Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

કોરોના વાઇરસ અંગેના સંશોધન ઉપર ચીનની જાસૂસી : અમેરિકાનો આક્ષેપ

વોશિંગટન : વિશ્વમાં કોરોના વાયરસે મચાવેલા હાહાકારથી બચવા માટે થઇ રહેલા સંશોધનો ઉપર ચીન જાસૂસી કરી રહ્યું હોવાનો અમેરિકાએ આક્ષેપ કર્યો છે.જેમાં જણાવાયા મુજબ ચીને અત્યાર સુધી કોરોના વાઇરસ અંગેની માહિતી ખાનગી રાખી સમગ્ર વિશ્વને મોતના મુખમાં હોમી દેવાનું કૃત્ય કર્યું છે.અને હવે જયારે તે માટેની રસી શોધવના સંશોધનો થઇ રહ્યા છે ત્યારે પોતાના હેકર્સ દ્વારા તેની ઉઠાંતરી કરવાની કોશિશ કરી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે  વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના 44.29 લાખથી વધારે કેસ નોંધાયા છે. જેમાં 2.98 લાખથી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે. 16.59 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.

એકલા અમેરિકામાં જ  14.30 લાખથી વધારે કેસ નોંધાયા છે. જેમા 85 હજાર 197 લોકોના મોત થયા છે. અહીં 24 કલાકમાં 1813 લોકોના મોત થયા છે અને 21 હજાર 712 નવા કેસ નોંધાયા છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:48 am IST)