Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

ઇંગ્લેન્ડમાં ભારતીય મૂળના ડો. પૂર્ણિમા નાયરનું કોરોનાથી મોત

લંડન, તા.૧૪: મૂળ ભારતીય એવાં એક અપ્રતિમ મહિલા તબીબનું અત્રે ઇશાન ઇંગ્લેન્ડમાં કોરોનાથી મોત થયું છે.

કેરળના વતની ડો. પૂર્ણિમા નાયર ઇંગ્લેન્ડની દુરહામ કાઉન્ટિના બિશપ ઓકલેન્ડસ્થિત સ્ટેશન વ્યુ મેડિકલ સેન્ટર ખાતે સેવા આપતાં હતા. તેઓ દિલ્હીના હતા.

કોરોના સામે લાંબી લડાઇ લડયા પછી એમનું સ્ટોકરોન-ઓન-ટીઝ ખાતેની નોર્થ ટીઝ હોસ્પિટલની યુનિવર્સિટી હોસ્પિટલ ખાતે મોત થયું હતું.

ઇંગ્લેન્ડના ડોકટર-વર્તુળમાં અગ્રણી બની રહેલાં અને કોરોના સામે હારી મોતને ભેટયાં હોય એવાં ડો. નાયર દસમા જી પી. (જનરલ પ્રેકિટશનર) હોવાનું મનાય છે. એમને છેલ્લેે વેન્ટિલેટર પર રખાયાં હતાં. અત્યંત ચેપી એવા આ રોગથી ઇંગ્લેન્ડમાં અત્યાર સુધી ૩૨,૦૦૦ લોકોએ જીવ ગુમાવ્યા છે. મેડિકલ સેન્ટરના સ્ટાફે ડો. નાયરની વિદાયથી ભારે દુઃખ અને આદ્યાતની લાગણી અનુભવી હતી. તેઓ દર્દીઓમાં અત્યંત લોકપ્રિય હતા. અનેક લોકોએ એમને સોશ્યલ મીડિયા પર અંજલિ અર્પી છે.

(10:28 am IST)