Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદો

યુપીના મુખ્યમંત્રી યોગીની અમિતભાઈના કોલકત્તા રોડ-શો દરમિયાન થયેલ હિંસાને લઈને રાષ્ટ્રપતિ કોવિંદને વિનંતી

ગોરખપુરઃ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈના રોડ- શો દરમિયાન કોલકત્તામાં થયેલ હિંસાના અનુસંધાને રાષ્ટ્રપતિને પશ્ચિમ બંગાળની સરકારને બરખાસ્ત કરી રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા વિનંતી કરી છે. ભાજપ- ટીએમસી હિંસા મામલે સામે- સામે આવી ગયા છે.

યોગીએ વધુમાં જણાવેલ કે અમિત શાહના રોડ- શો તેમને અપાયેલ મંજૂરી મુજબ યોજાયેલ અને આ રોડ- શો ઉપર હુમલો પશ્ચિમ બંગાળની સાચી સ્થિતિનો ચિતાર આપે છે. ચૂંટણી પંચે પણ રાજય સરકાર પ્રેરીત હુમલા માટે નોટીસ ફટકારી પગલા લેવા જોઈએ. અમે રાષ્ટ્રપતિ વિનંતી કરીએ છીએ કે પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદો.

(3:46 pm IST)