Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

ઇન્ડિગોનો સમર સેલ

ફકત રૂ. ૯૯૯માં હવાઇ મુસાફરીનો મોકો

નવી દિલ્હી તા. ૧૫ : લો બજેટમાં હવાઈ મુસાફરી કરાવતી એરલાઇન ઇંડિગો ત્રણ દિવસનો સમર સેલ લઈને આવી છે. ઇન્ડિગોનો આ સેલ મંગળવાર ૧૪ મેથી શરુ થયો છે જે ૧૬ મે સુધી ચાલશે. એરલાઇન્સે આ ત્રણ દિવસના સમર સેલમાં દેશમાં પોતાના ૫૩ ડોમેસ્ટિક રુટ તેમજ ૧૭ ઇન્ટરનેશનલ રૂટ પર ડિસ્કાઉન્ટ ટિકિટ આપવાની ઓફર કરી હતી. એરલાઇન્સે આ અંગે જાહેરાત કરતા કહ્યું કે, 'આ ઓફર અંતર્ગત પ્રવાસીઓ ૨૯મેથી ૨૮ સપ્ટેમ્બર દરમિયાન પ્રવાસ કરી શકશે. જેના માટે પ્રવાસીઓએ ફકત રૂ.૯૯૯ ભાડા પેટે ચૂકવવા પડશે.'

જે રૂટ માટે એરલાઇન્સે આ ઓફર કરી છે તેમાં દિલ્હી-અમદાવાદ, મુંબઈ-હૈદરાબાદ, હૈદરાબાદ-દુબઈ, ચૈન્નઈ-કુવૈત, દિલ્હી-કવાલાલંપુર અને બેંગલુરૂ-માલે સામેલ છે. ઇન્ડિગોના અધિકારી વિલિયમ બાઉલ્ટરે કહ્યું કે, 'ઉનાળુ વેકેશન શરુ છે ત્યારે અમે ત્રણ દિવસ માટે આ વિશેષ ઓફર લઈ આવ્યા છે. જે ૧૪ મેથી ૧૬મે સુધી ચાલશે.'

તેમણે કહ્યું કે આ સાથે ઉનાળુ વેકેશનને વધુ ખાસ બનાવવા માટ ઇન્ડિગો પ્રીપેડ મર્યાદા કરતા વધારાનો સામાન તેમજ પ્રીપેડ એકસપ્રેસ ચેક ઇન સેવા પર ૩૦ ટકા જેટલું આકર્ષક ડિસ્કાઉન્ટ આપી રહી છે. ડીજીસીએના આંકાડ મુજબ ડોમેસ્ટિક રુટના પ્રવાસીઓ વચ્ચે ઇન્ડિગો એરલાઇન્સની ભાગીદારી લગભગ ૪૪% ટકા જેટલી છે.

(3:44 pm IST)