Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

ઓઇલ આયાતનો નિર્ણય ચુંટણી પરિણામો પછી

ઇરાનથી આયાત કરનાર ભારત બીજા નંબરનો સૌથી મોટો દેશઃ ભરેલું નાળીયેર

નવી દિલ્હી, તા.૧૫: ભારતે ઇરાનને જણાવ્યું કે, ઇરાનથી ભારતમાં આયાત કરવામાં આવતા તેલ વિશેનો નિર્ણય ભારતમાં લોકસભાની ચૂંટણીનાં પરિણામો પછી લેવામાં આવશે.

ભારતનાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ઇરાનનાં વિદેશમંત્રીને આ વાત કહી હતી.

ઇરાનનાં વિદેશ મંત્રી મહોમંદ જાવેદ ઝારીફ ભારતને મુલાકાતે આવ્યા હતા અને ભારતનાં વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને મળ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા અમેરિકાનાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યુ હતુ કે, ઇરાનથી જે દેશો તેલની આયાત કરે છે તેમને પ્રતિબંધમાંથી છૂટકારો મળશે. અણુ મથકોનાં મામલે અમેરિકાએ ઇરાન પર કેટલાક પ્રતિબંધો મૂકયા છે અમે જે દેશો ઇરાન સાથે સબંધ રાખે તેની સાથે પણ આ પ્રકારનો વ્યવહાર કરે છે.

આથી, જો ભારત ઇરાનથી તેલ ખરીદી શકશે નહીં અને જો એવુ કરશે તો અમેરિકા ભારત પર કેટલાક પ્રતિબંધો લાદી શકે છે.

આ સિવાય, ભારતને જણાવ્યું કે, ઇરાનને સામે ચાલીને ભારતનાં વિદેશ મંત્રી સાથે મિટિંગ યોજી હતી અને તાજેતરમાં થયેલી દ્યટનાઓ વિશે માહિતીની આપ-લે કરી હતી અને તે વિશે ઇરાન શું કરી રહ્યું છે તેની વાત કરી હતી.

અમેરિકાએ ઇરાન પર મૂકેલા વ્યાપારિક પ્રતિબંધો પછી સમગ્ર વિશ્વમાં તેની અસર પડી રહી છે અને જે દેશો ઇરાન પાસેથી તેલ ખરીદતા હતા તેમને નવા સ્ત્રોત શોધવા પડશે અને અથવા અમેરિકા દ્વારા લાદવામાં આવતા વ્યાપારિક પ્રતિબંધોનો સામનો કરવો પડશે.

સુષ્મા સ્વરાજે એ ચોખવટ કરી કે, ભારત એમ ઇચ્છે કે, આ મામલા સાથે સકંળયાલા તમામ લોકો અગાઉ આપેલા વચનો પ્રમાણે તે કાર્યો પૂર્ણ કરે અને તમામ પક્ષદારો રચનાત્મક રીતે મુદ્દાઓનો શાંતિપૂર્ણ રીતે નિવેડો લાવે,

મહત્વની વાત એ છે કે, ભારત ઇરાનની તેલ (ક્રુડ ઓઇલ) આયાત કરનારું બીજા નબંરનો સૌથી મોટો દેશ છે.

(3:39 pm IST)