Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

અમેરિકામાં રૂદ્દ ફાઉન્ડેશનના ઉપક્રમે ''ફ્રી હેલ્થ કેમ્પ'' યોજાયોઃ એડિસન, ન્યુજર્સી મુકામે યોજાયેલા કેમ્પનો ૧૦૦ જેટલા દર્દીઓએ લાભ લીધોઃ નામાંકિત તબીબોએ સેવાઓ આપીઃ ફાઉન્ડેશનના ઉપક્રમે આગામી જુલાઇ માસમાં ''રિસ્તા NJ'' મેટ્રીમોનિઅલ પ્રોગ્રામનું આયોજન

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ યુ.એસ.માં રૂદ્દ ફાઉન્ડેશનના ઉપક્રમે ૨૮ એપ્રિલ ૨૦૧૯ના રોજ કેર પોર એવર એડલ્ટ ડે કેર સેન્ટર  એડિસન ન્યુજર્સી મુકામે બીજો ફ્રી હેલ્થકેર યોજાઇ ગયો.

છેલ્લા ૩ માસમાં જ યોજાયેલા આ દ્વિતીય હેલ્થ કેમ્પનો ૧૦૦ જેટલો લોકોેએ લાભ લીધો હતો. જેઓને સાંધા તથા મસલ્સ ચેક-અપ, આંખ તથા દાંતનું નિદાન, મેન્ટલ કાઉન્સેલીંગ, હાઇપરટેન્શન, એલર્જી ટેસ્ટીંગ, ડાયાબિટીસ રિસ્ક મેનેજમેન્ટ તથા આયુર્વેદ કાઉન્સેલીંગ સહિત વિવિધ સેવાઓ અપાઇ હતી.

કેમ્પમાં ડો.અશોક પટેલ, ડો.ધ્રુવી પટેલ, ડો.વાસુદેવ માખીજા, તથા તેમની ટીમ, ડો.પાયલ કંસારા, ડો.અક્ષય પટેલ, શ્રીમતિ નૃલિતા વ્યાસ, સુશ્રી નિશા બેંગાલી, શ્રી પાર્થ વ્યાસ તથા મેડીકલ સ્ટુડન્ટસ, હિરવા વ્યાસ તથા મેડીકલ સ્ટુડન્ટસ, શ્રી હિરવા વ્યાસ સુશ્રી રિધ્ધી અમિન, સુશ્રી ઉષ્મા પટેલ, ફીઝીકલ થેરાપિસ્ટ શ્રીમતિ પારૂલ દિક્ષી, આયુર્વેદાચાર્ય ડો.યોગેશ જોશી સહિતનાઓએ અમૂલ્ય સમય ફાળવી સેવાઓ આપી હતી. તથા દવાઓ શ્રી શામ નલમએ પૂરી પાડી હતી.

આ પ્રસંગે હાજરી આપનાર અગ્રણી આમંત્રિતોમાં સુશ્રી દિપ્તીબેન જાની, ડો.મીના મુથ, શ્રી તથા શ્રીમતિ મુકુંદ તથા રમાબેન ઠાકર, શ્રીઠાકોર બલસારા, શ્રી પંકજ બ્રહ્મભટ્ટ, શ્રી તથા શ્રીમતિ આશિષ રાવલ શ્રી તથા શ્રીમતિ અતુલ તથા મિતલ પંડ્યા, સહિતનાઓનો સમાવેશ થતો હતો.

નોનપ્રોફિટ રૂદ્દ ફાઉન્ડેશન આયોજીત ફ્રી હેલ્થ કેમ્પને સફળતા પૂર્વક સંપન્ન કરાવવા ચેર પર્સન શ્રીમતિ કૌશિક વ્યાસ, વાઇસ પ્રેસિડન્ટ શ્રીમતિ લીના ભટ્ટ, ટ્રેઝરર શ્રીમતિ જયશ્રી વ્યાસ, જોઇન્ટ સેક્રેટરી શ્રીમતિ પૂનમ રાજગુરૂ, તથા કમિટી મેમ્બર્સ શ્રીમતિ દિપ્તીબેન વ્યાસ, શ્રી હર્ષ વ્યાસ, શ્રી અરૂણ વ્યાસ, શ્રી અતુલ રાજગુરૂ, તથા શ્રી દુર્ગેશ ભટ્ટ સહિતનાોએ જહેમત ઉઠાવી હતી.

શ્રી દેવેન્દ્ર દવે તથા શ્રી હેમંત ઠાકર પોતાની જગ્યા ફાળવી મદદરૂપ થયા હતા. તેમજ શ્રી તથા શ્રીમતિ રાજ અને શિલ્પાબેન પંડ્યાએ કેમ્પ સ્પોન્સર કર્યો હતો. તેમજ SKNના ડો.સુનિલ પરીખની નિસ્વાર્થ સેવાઓનો લાભ મળ્યો હતો.

ફાઉન્ડેશનના ઉપક્રમે આગામી ૧૩ જુલાઇ ૨૦૧૯ના રોજ 'રિસ્તા NJ' મેટ્રીમોનિઅલ પ્રોગ્રામનું આયોજન કરાયું છે. જેમાં તમામ સાઉથ એશિઅન હિંદુઓ જોડાઇ શકશે. વિશેષ માહિતિ www.unitedrudraFoundation.com દ્વારા મળી શકશે.

(10:31 pm IST)