Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

ચૂંટણીમાં વોટ આપનારાનો આભાર -રાજ્યની જનતા માટે સંઘર્ષ ચાલુ રાખીશું : કર્ણાટકના પરિણામ બાદ રાહુલ ગાંધીની પ્રતિક્રિયા

 

નવી દિલ્હીઃ કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો પરાજય થયો છે રાજ્યની સતાની ધુરા સાંભળતા કોંગ્રેસની બેઠકો 122 પરથી ઘટીને 78 થઇ ગઈ છે ચૂંટણી પરિણામ બાદ પોતાની પ્રથમ પ્રતિક્રિયામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજ્યની જનતા તથા પાર્ટી કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે તેઓ રાજ્યની જનતા માટે સંઘર્ષ કરશે

    રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું, ચૂંટણીમાં કોંગ્રેસ માટે વોટ આપનારા તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર. અમે તમારા સહયોગની પ્રશંસા કરીએ છીએ અને તમારા માટે સંઘર્ષ કરીશું. તેમણે કહ્યું, અમારા નેતાઓ અને કાર્યકર્તાઓનો ધન્યવાદ કરું છું જેઓએ પાર્ટીના પક્ષમાં સમર્પણ દેખાડ્યું અને આકરી મહેનત કરી

   કર્ણાટકમાં કોઈપણ પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી નથી પરિણામ પ્રમાણે ભાજપને 104, કોંગ્રેસને 78 અને જેડીએસ-બસપાને 38 સીટો મળી રહી છે. બહુમતનો જાદુઈ આંકડો 112 સીટોનો છે

     ચૂંટણી પરિણામોમાં મળેલી હારને જોઈ કોંગ્રેસે જેડીએસને સમર્થન આપવાનું એલાન કર્યું. જેડીએસે 38 સીટો પર જીત મેળવી છે. પરંતુ કોંગ્રેસે સમર્થન આપ્યા બાદ પણ રાજ્યપાલે ભાજપને સૌથી મોટા દળના રૂપમાં સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે, રાજ્યપાલે યેદિયુરપ્પાને સરકાર બનાવાવ માટે આમંત્રણ આપ્યું છે. સૂત્રો જણાવે છે કે 17 કે 18 મેએ યેદિયુરપ્પા મુખ્યપ્રધાન પદ્દના શપથ ગ્રહણ કરશે

(11:14 pm IST)