Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

કોંગ્રેસના સાત ધારાસભ્ય બળવો કરવાના મૂડમાં છે

લિંગાયત ધારાસભ્યો ભાજપના સંપર્કમાં : રિપોર્ટ : બહુમતિ માટે જરૂરી સંખ્યા બળ હાંસલ કરવા ભાજપના પણ આંતરિક પ્રયાસો શરૂ : સરકાર રચવા માટે કવાયત

બેંગ્લોર, તા. ૧૫ : કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં એક્ઝિટ પોલના તારણ મુજબ જ કોઇ પાર્ટીને બહુમતિ મળી શકી નથી પરંતુ ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરીને આવી છે. બહુમતિના આંકડાથી દૂર રહી જતાં સત્તા માટે સાંઠગાંઠની રમત શરૂ થઇ ચુકી છે. કોંગ્રેસે ભાજપને સત્તાથી દૂર રાખવા છેલ્લી ચાલ તરીકે જેડીએસના નેતા કુમાર સ્વામીને મુખ્યમંત્રીપદની ઓફર કરી હતી. બીજી બાજુ ભાજપે પણ પોતાની રાજકીય રમતો જારી રાખી હતી અને કેટલાક ધારાસભ્યોનો સંપર્ક કર્યો હોવાના અહેવાલ મળ્યા છે. મળેલી માહિતી મુજબ કોંગ્રેસના સાત લિંગાયત ધારાસભ્ય જેડીએસને સમર્થન આપવાના મુદ્દે પાર્ટીથી નાખુશ દેખાઈ રહ્યા છે અને બળવાના મૂડમાં આવી ગયા છે. કોંગ્રેસના આ સાત સભ્યોને મનાવવાના પ્રયાસો ભાજપ તરફથી હાથ ધરવામાં આવ્યા છે. બીજી બાજુ બે અન્ય ઉમેદવારોને પણ મનાવવાના પ્રયાસો પણ યુદ્ધના ધોરણે શરૂ કરાયા છે.

(7:47 pm IST)