Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

કેન્દ્ર સરકારના કર્મચારીઓને પેન્શન મેળવવા માટે આધારકાર્ડ હોવું ફરજીયાત નથી :મંત્રી જીતેન્દ્રસિંહ

નવી દિલ્હી :કર્મચારી રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓને પેન્શન મેળવવા માટે આધાર કાર્ડ હોવું ફરજિયાત નથી. સ્વૈચ્છિક એન્જસીઓની સ્થાયી સમિતિની હાલમાં થયેલી 30મી બેઠકમાં તેઓએ કહ્યું કે આધાર એક વધારે સુવિધા છે. એના દ્વારા જીવન પ્રમાણપત્ર જમા કરાવવા માટે પ્રૌધોગિકીનો ઉપયોગ કરવામાં આવી શકે છે અને એના માટે બેંકોમાં જવાની જરૂર નથી. 

   
મંત્રીની આ ટિપ્પણી મહત્વપૂર્ણ છે કારણ કે સેવાનિવુત કર્મચારીઓના આધાર નહીં હોવાને કારણે પોતાના બેંક ખાતામાં પેન્શન પ્રાપ્ત કરવાની મુશ્કેલી પડી  રહી હતી. બેઠકની યાદી અનુસાર સ્પષ્ટ કર્યું કે સરકારી કર્મચારીઓ માટે પેન્શન પ્રાપ્ત કરવા માટે આધાર હોવું ફરજિયાત કરવામાં આવ્યું નથી. આધાર 12 અંકોની સંખ્યા છે. એને UIDAI જારી કરે છે. આ ઓળખ અને એડ્રેસના સાક્ષી તરીકે કામ કરે છે. કેન્દ્ર સરકારના 48.41 લાખ કર્મચારી છે અને 61.17 લાખ પેન્શનભોગી છે. 

   
સિંહે આ તકે કર્મચારીઓ અને પેન્શનભોગીઓના કલ્યાણ માટે ઊઠાવવામાં આવેલા પગલાનો ઉલ્લેખ કર્યો. મંત્રીએ કહ્યું, 'એમાં ન્યૂનતમ પેન્શન વધારીને 9000 રૂપિયા માસિક, કર મુક્ત ગ્રેચ્યુટીની સીમા વધારીને 20 લાખ રૂપિયા તથા નિર્ધારિત હોસ્પિટલ ભથ્થુ 1000 રૂપિયા માસિક કરવાનો સામેલ છે.'

(6:39 pm IST)