Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

ડેટા ચોરી અટકાવવા ફેસબુક સક્રિય :એક એક એક્સેસની તપાસ :200 એપ્સને કર્યા સસ્પેન્ડ

નવી દિલ્હી :ડેટા લીક મામલે પસ્તાળ પડ્યા બાદ ફેસબુક સક્રિય બન્યું છે ભવિષ્યમાં માહિતી ચોરીના બનાવોને રોકવા માટે ફેસબુકે એક નવી ક્રિયા શરૂ કરી છે. તેઓ એવા એપ્લિકેશન શાધી રહ્યા છે કે જેની પાસે 2 અબજથી વધુ યુઝરો ઍક્સેસ કરતા હોય છે. અત્યાર સુધીમાં 200 આવા એપ્સને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે જે તેની નીતિઓ સાથે મેળ ખાતા નથી.

   ડેટા ચોરીના કેસને પગલે, ફેસબુકના CEO માર્ક ઝુકરબર્ગે એક એપ્લિકેશનની સંપૂર્ણ તપાસ કરવાનું વચન આપ્યું. તેનો હેતુ ગ્રાહકોની ઍક્સેસ ઘટાડવાનો હતો. ફેસબુકના પ્રોડક્ટ પાર્ટનરશિપના વાઇસ પ્રેસિડન્ટ ઇમ આર્કિબોંગે એક બ્લોગ પર લખ્યું છે કે તપાસનું કામ ઝડપથી ચાલી રહ્યું છે.

   આ કામ 2 તબક્કામાં કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં, ફેસબુક ડેટા પર એક-એક એપ્લિકેશનના ઍક્સેસની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. બીજા તબક્કામાં જ્યાં અમે શંકા થશે ત્યાં અમે તપાસ કરીશું. દર એપને તેના ડેટા અને પહોંચને લગતા સવાલો જવાબો કરવામાં આવશે. બિન જરૂરી એપને અટકાવવામાં આવશે.

(5:43 pm IST)