Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

કર્ણાટક ચુંટણી વોટસએપ દ્વારા લડવામાં આવી 'તી

અમેરિકી અખબારનો દાવો

બેંગલુરૂ, તા.૧૫: દેશના બે મોટા પક્ષે દાવો કર્યો હતો કે તેઓ ૨૦ હજારથી વધુ વોટ્સએપ ગુપ ૧૫ લાખ સમર્પકો સુધી સેકેન્ડભરમાં પોતાનો સંદેશ પહોચાડી શકે છે પરંતું તેમાંથી કેટલાક સંદેશ ખોટા અને ભડકાવનારા હોય છે અને પોતાના  રાજનૈતિક વિરોધીના નિવેદનોને તોડી-મરોડી તે રજુ કરનારા હતા. ચુંટણી ચર્ચા અને રેલીઓની વાતો હવે જુની થઇ ગઇ છે. ભારતના ચુંટણી હવે વોટ્સએપ અને ફેસબુક પર લડાઇ રહી છે અને જીતાઇ રહી છે હાલમાં આ એપ્સનો ઉપયોગ લાખો લોકો કોલ કરવા, ચેટ કરવા અને જાણકારીઓની આપલે કરવા કરે છે. સોશિયલ એકિટવિસ્ટ અને ચુંટણી વિશેષજ્ઞોનું માનવું છે કે હવેે આ પ્લેટ ફોર્મના ઉપયોગ ખોટા અહેવાલો અને ધાર્મિક ઉન્માદને ફેલાવા માટે થઇ રહ્યું છે આ મહિને કર્ણાટકમાં હાઇ પ્રોફાઇલ ચુંટણી કરવામા આવી. તેનાથી દેશમાં રહેતા હિન્દુ, રાષ્ટ્રવાદિઓ અને મુસ્લિમ  વચ્ચે તણાવ વધારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો આ દરેક વાતોૅ અમેરીકી અખબાર વોશિંગન પોસ્ટ પોતાની ખબરમાં લખી છે.

(3:53 pm IST)