Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

લિંગાયતના ગઢમાં કોંગ્રેસ ઉંધે માથે પટકાઇ

૨૦૧૯ના પહેલાના સેમિફાઇનલમાં ભાજપે બાજી મારી : દક્ષિણ ભારતમાં ધમાકેદાર એન્ટ્રીઃ કોંગ્રેસ બીજા નંબર પર : BJPમાં ખુશીની લહેર : કર્ણાટકમાં ભાજપની સરકાર રચાશે

બેંગલુરૂ તા. ૧૫ : કર્ણાટક વિધાનસભાની ૨૨૪માંથી ૨૨૨ બેઠકો માટે ૧૨ મેના રોજ મતદાન થયું હતું. આજે કર્ણાટકના ચુંટણીના પરિણામોમાં મોદીનો જાદુ યથાવત જોવા મળ્યો છે. કર્ણાટકમાં ૨૨૨ સીટોના પરિણામો આવી ગયા છે. ચિત્ર સ્પષ્ટ થઇ ચુકયું છે કે બહુમત પ્રાપ્ત કરી કર્ણાટકમાં કોંગ્રેસ પાસેથી સત્તા મેળવી લીધી છે. ભાજપને બહુમત મળતાની સાથે જ તે ૨૦૧૯ લોકસભા ચૂંટણીના સેમી ફાઇનલમાં આ તેની ભવ્ય જીત હશે. બીજેપીના પક્ષમાં આવેલા પરિણામોથી એ સ્પષ્ટ થયું છે કે વડાપ્રધાન મોદીનો દબદબો યથાવત છે અને તેના તાબડતોડ પ્રચારની મોટી અસર જોવા મળી છે.

મતગણતરી રાજ્યના ૪૦ કેન્દ્રો પર સવારે ૮ વાગ્યાથી શરૂ થઇ હતી. પ્રારંભિક વલણોમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી હતી અને જેડીએસે કિંગમેકરની ભૂમિકા ભજવી હતી. પરિણામો આવતાની સાથે જ કર્ણાટકની સત્તા પર ભગવો લહેરાયો હતો અને કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે.

બીજી બાજુ કોંગ્રેસે કર્ણાટકમાં સત્તા ગુમાવી છે. કોંગ્રેસ પરિણામો પહેલા જ દલિત સીએમનો દાવ ખેલ્યો હતો, પરંતુ કોંગ્રેસના સુપડા સાફ થતાં જોવા મળ્યા.

અગાઉ દોઢ કલાકના કાઉન્ટિંગમાં નોંધપાત્ર ઉલટફેર જોવા મળ્યા હતા. કર્ણાટકમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભર્યો છે જયારે કોંગ્રેસ બીજા ક્રમે છે અને જેડીએસ ત્રીજા ક્રમે છે. આ ઉપરાંત બીએસપી, અન્ય અને અપક્ષ સહિત એક એક ઉમેદવારો લીડ સાથે ચાલી રહ્યા છે. કર્ણાટકમાં ભાજપ સત્તાની નજીક પહોંચ્યું છે અને ફકત ૫-૭ બેઠકોનો અંતર છે. ટીવી રિપોર્ટ્સ મુજબ ભાજપ ૧૦૫ બેઠકો પર આગળ રહેતા સાથે સૌથી મોટો પક્ષ બન્યો છે જયારે કોંગ્રેસ ૬૭ પર અને જેડીએસ ૪૩ બેઠકો પર આગળ ચાલી રહ્યું છે.ઙ્ગઙ્ગ

સૌપ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી હાથધરવામાં આવી હતી. પ્રાથમિક રૂઝાનમાં કોંગ્રેસનું પલડું ભારે રહ્યું હતું, પરંતુ જેમ જેમ ગણતરી આગળ વધી તેમ તેમ ભાજપની સ્થિતિ મજબૂત બની રહી હોવાનું જણાઈ રહ્યું છે. મધ્ય બેંગલુરૂમાં ભાજપે વધુ બેઠકો પર કબ્જો જમાવતા કાંટેકી ટક્કર જોવા મળી હતી.ઙ્ગસરકાર રચવા માટે કોઈપણ પક્ષને ૧૧૩ બેઠકો જોઈએ છે, પરંતુ પ્રારંભિક પરિણામો સ્પષ્ટ બહુમત મળે તેવો ઇશારો કરતાં નહોતા. જયારે સાડા નવ વાગતાંની સાથે જ ભાજપ આગળ નીકળી રહ્યું હતું. ભાજપે ૧૦૦ બેઠકો પર બઢત નોંધાવી હતી. નિષ્ણાતોના મત મુજબ ૧૦થી ૧૦*૩૦ સુધીમાં સ્થિતિ સ્પષ્ટ થઈ જશે.

પ્રથમ કલાકમાં પરિણામમાં ભારે ઉલટફેર જોવા મળ્યો છે. કોંગ્રેસે શરૂઆતમાં સારી એવી લીડ મેળવી હતી પરંતુ બાદમાં ભાજપે કોંગ્રેસને ઓવરટેક કરી લીધુ હતુ. એક કલાકના કાઉન્ટિંગમાં પ્રથમ ક્રમે ભાજપ બીજા ક્રમે કોંગ્રેસ હતું અને જેડીએસ ત્રીજા સ્થાને રહ્યું હતું. પ્રાથમિક રૂઝાનમાં બે-પાંચ બેઠકોના તફાવત સાથે બન્ને પક્ષો આગળ પાછળ ચાલી રહ્યાઙ્ગ હતા. મોટાભાગના એકિઝટ પોલ્સ અને ઓપિનિયન પોલ્સમાં ત્રિશંકુ વિધાનસભાનો વરતારો વ્યકત કરાયો હતો. જેને જોતા જેડીએસ કિંગમેકરની ભૂમિકામાં રહે તેવી પ્રબળ શકયતા છે.

કર્ણાટકમાં ૧૯૮૫ પછીથી કોઈ જ પક્ષ સતત બીજી વાર સત્ત્।ા પર આવ્યો નથી. આ વખતે કોંગ્રેસ આ ઈતિહાસ જાળવશે કે તોડશે તે જોવાનું રહેશે.(૨૧.૧૫)

(11:39 am IST)