Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

કોંગ્રેસ સાફઃ રાહુલના નેતૃત્વ પર પ્રશ્નાર્થ

સતત ૩૧મો પરાજયઃ વડાપ્રધાનપદનું સપનું....: કર્ણાટકના પ્રતિષ્ઠિત જંગમાં કોંગ્રેસને પ્રચંડ પછડાટઃ હિન્દુઓમાં ફાટા પડાવવાની કારી પણ ન ફાવી...

નવી દિલ્હી તા. ૧પ :.. કર્ણાટકના પ્રતિષ્ઠીત જંગમાં કોંગ્રેસનો મહાસફાયો થઇ રહ્યો છે. આજે જાહેર થયેલા પરિણામો પ્રમાણે કોંગ્રેસ સત્તા ગુમાવી રહી છે અને ભાજપ સ્પષ્ટ બહુમતી તરફ આગળ વધી રહ્યો છે.

કોંગ્રેસ પાસે કર્ણાટક અને પંજાબ બે મોટા રાજયો હતા તેમાંથી કર્ણાટક ગુમાવી રહ્યા છે. પંજાબમાં રાહુલ કરતા અમરિન્દરજીનો પ્રભાવ વધારે છે.

રાહુલના નેતૃત્વમાં કોંગ્રેસનો આ સતત ૩૧ મો પરાજય છે. કર્ણાટકમાં કોંગ્રેસે હદ વટાવીને હિન્દુ સમાજમાં ફાટા પાડવા સહિતના મોટા ખેલ કર્યા હતાં. દલિતોનો મુદ્ે ગરમ કર્યો હતો છતાં કોંગ્રેસ જીતી શકી નથી.

આ સંજોગોમાં રાહુલ ગાંધી વડાપ્રધાનપદનું સ્વપ્ન જુએ છે. યુપીએના પક્ષો પણ રાહુલને સ્વીકારશે? આ પ્રશ્ન સર્જાયો છે. રાજકીય સમીક્ષક કહે છે કે, રાહુલને કોંગ્રેસમાં પણ હવે અઘરું પડશે. (પ-૧૧)

(11:38 am IST)