Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

આવી અંધશ્રદ્ધા ! કાળા જાદૂની તાકાતનો ભય બતાવી તાંત્રિકે માતા-પુત્રી સાથે દુષ્‍કર્મ આચર્યુઃ બે કરોડની મતા પણ હડપ કરી લીધી

જયપુરઃ રાજસ્થાનના અંધશ્રદ્ધાના નામે તાંત્રિકે માતા-પુત્રીને નિશાન બનાવીને ૭ વર્ષથી દુષ્‍કર્મ આચરતા સનસનાટી મચી ગઇ છે.

રાજસ્થાનના જયપુરમાં કાળા જાદૂની તાકાતનો ભય બતાવી એક તાંત્રિક માતા-પુત્રી સાથે બળાત્કાર ગુજારતો રહ્યો. એટલું જ નહી તેણે માતા-પુત્રી પાસેથી લગભગ બે કરોડ રૂપિયા જ્વેલરી અને કેશ પણ હડપી લીધી. આ મામલે ફરિયાદ મળ્યા બાદ પોલીસે આરોપી તાંત્રિકની ધરપકડ કરી લીધી છે. 

મળતી માહિતી અનુસાર પીડિતા દિલ્હીની એક મોટી કંપનીમાં કામ કરે છે. તેની પુત્રી એંજીનિયરિંગની વિદ્યાર્થીની છે. વિદ્યાર્થીની લગભગ છ વર્ષ પહેલાં ફેસબુક પર દિલ્હીના દિપક અને મિંટૂ સાથે સંપર્ક થયો હતો. બંને આરોપીઓએ વિદ્યાર્થીઓને મોડલિંગની લાલચ આપી. ત્યારબાદ તે દિલ્હી જતી રહી. અહીં આવ્યા બાદ પીડિતાને તે બંનેએ પોતાની જાળમાં ફસાવી લીધી.

ત્યારબાદ બંને આરોપીઓએ વિદ્યાર્થીની સાથે બળાત્કાર ગુજાર્યો. આ દરમિયાન અશ્લીલ ફોટો અને વીડિયો બનાવી લીધો. અશ્લીલ વીડિયો અને ફોટાના માધ્યમથી વિદ્યાર્થીને બ્લેકમેલ કરતા બે વર્ષ સુધી તેનું શારિરીક શોષણ કરતા રહ્યા. વિદ્યાર્થીનીએ આરોપીઓથી પીછો છોડાવવા માટે અને તેમનાથી પરેસાન થઇને પોતાની આપવીતી પોતાની બહેનપણીને કહી. બહેનપણીએ પીડિતાને પોતાના પતિ સાથે મુલાકાત કરાવી.

પીડિતાની બહેનપણીના પતિ પ્રકાશ બાલાનીએ પોતાને તાંત્રિક કહ્યો. તેણે પીડિતાએ પોતાની સમસ્યાઓથી મુક્તિ અપાવવા માટે જાળ પાથરી દીધી. પીડિત વિદ્યાર્થીની તેની વાતોમાં આવી ગઇ. તેણે સાત લાખ રૂપિયા આપીને આરોપીઓથી પીછો છોડાવ્યો. ત્યારબાદ તાંત્રિક પણ માતા-પુત્રીને બ્લેકમેલ કરવા લાગ્યો. તે બંને સાથે લગભગ 7 વર્ષ સુધી બળાત્કાર ગુજારતો રહ્યો. 

પોલીસે જણાવ્યું કે જયપુરના માનસરોવરના રહેવાસી એક પરિવારે આરોપી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. આરોપી પ્રકાશ બાલાની પ્રતાપનગરનો રહેવાસી છે. તેના વિરૂદ્ધ તપાસ બાદ તેની ધરપકડ કરી લેવામાં આવી છે. કોર્ટે તેણે પાંચ દિવસની કસ્ટડીમાં મોકલી દીધો છે. તેની સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે. 

(6:40 pm IST)