Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

NEETની પરીક્ષા મોકૂફ: કોરોનાના વધતા કહેરને પગલે કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય

18 એપ્રિલે યોજાવાની હતી NEETની પરીક્ષા : કેન્દ્રીયમંત્રીએ કરી જાહેરાત :સોશિયલ મીડિયામાં એક્ઝામ રદ્દ કરવા માટે ઉઠીહતી માગ

નવી દિલ્હી : આખરે NEETની પરીક્ષા મોકૂફ રખાઈ છે કોરોનાના વધતા સંક્રમણને પગલે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લઈને NEETની પરીક્ષા મોકૂફ રાખી છે કેન્દ્રીય મંત્રીએ આ અંગેની જાહેરાત કરી હતી અત્રે ઉલ્લેખનીયસી હહે કે આગામી 18મી એપ્રિલે આ પરીક્ષા યોજાવાની હતી અને 18 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા જોકે NEETની પરીક્ષા મોકૂફ રાખવા જબાતી માંગ ઉઠી હતી  સોશિયલ મીડિયામાં એક્ઝામ રદ્દ કરવા માટે માગ ઉઠી હતી

(7:26 pm IST)
  • કાલે ઉત્તર પ્રદેશમાં પંચાયત ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન : રાજ્ય ચૂંટણી આયોગના આંકડા મુજબ 18 જિલ્લામાં 51176 પોલિંગ બુથ પર મતદાન : 18 જિલ્લાના 31,64,162 મતદારો સવારે 7 થી સાંજે 6 દરમિયાન પોતાના મતાધિકારનો કરશે ઉપયોગ : અયોધ્યા, આગ્રા, કાનપુર, ગાઝિયાબાદ અને ગોરખપુરમાં થશે મતદાન access_time 12:39 am IST

  • કાર્તિક આર્યનની ફિલ્મ OTT પર વેચાનારી સૌથી મોંઘી ફિલ્મ : વરૂણ ધવન અને અક્ષય કુમારની ફિલ્મને પણ પછાડી access_time 12:42 pm IST

  • દેશમાં કોરોનાનો વ્યાપ વિકરાળ થતો જાય છે : છેલ્લા 24 કલાકમાં ભારતમાં ઓલટાઈમ રેકર્ડબ્રેક 2,16,669 નવા કોરોના વાયરસ કેસ નોંધાયા છે, જે અત્યાર સુધીમાં સૌથી વધુ એક દિવસીય વધારો છે અને આજે 1,173 નવા દુઃખદ મૃત્યુ દેશમાં નોંધાયા છે. access_time 12:02 am IST