Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

કોરોના વેક્સિનને લઈને કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : વિદેશી રસીની મંજુરીનો માર્ગ મોકળો : માત્ર ત્રણ દિવસમાં લેશે નિર્ણય

ઇમ્પોર્ટ લાઇસન્સ માટેની અરજીની તારીખથી ત્રણ કાર્યકારી દિવસોની અંદર CDCSO વિચાર કરશે

નવી દિલ્હી : કેન્દ્ર સરકારેકહ્યું હતું કે ભારતના ડ્રગ રેગ્યુલેટર વિદેશમાં ઉત્પાદિત કોરોના રસીના મર્યાદિત ઇમરજન્સી યુઝ માટેની અરજી મેળવ્યાના ત્રણ દિવસની અંદર નિર્ણય લેશે. સેન્ટ્રલ ડ્રગ ઓથોરિટી, CDCSO એ નોંધણી પ્રમાણપત્રો (ઉત્પાદન અને તેની નોંધણી, કોરોના વેક્સિનના કિસ્સામાં ઉત્પાદન સ્થળ) અને આપાતકાલીન સ્થિતિમાં મર્યાદિત ઉપયોગ માટે મંજૂરી માટે ઇમ્પોર્ટ લાઇસન્સ માટેની અરજીની તારીખથી ત્રણ કાર્યકારી દિવસોની અંદર CDCSO વિચાર કરશે.

કેન્દ્ર સરકારે મંગળવારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) અથવા યુએસ, યુરોપ, યુકે અથવા જાપાનના ડ્રગ રેગ્યુલેટર્સની મંજૂરી વાળી કોરોના વાયરસની તમામ રસીઓને ઝડપી મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે. આ પછી, CDCSO એ નિયમનકારી મંજૂરી અંગે વિસ્તૃત સૂચનાઓ જાહેર કરી છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે વિદેશમાં ઉત્પાદિત કોરોના રસી માટે નિયમકીય નિર્દેશ આપ્યો છે. તદનુસાર, સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન CDCSO એ વિદેશમાં માન્ય કોરોના રસી વિશે માહિતી આપતી વિસ્તૃત માર્ગદર્શિકા તૈયાર કરી છે

13 એપ્રિલના રોજ સરકારે કોવિડ -19 રસીઓને WHO માં લિસ્ટેડ કોરોનાની  રસીઓને મંજૂરી આપવાનો નિર્ણય કર્યો હતો આની સાથે જ યુએસએફડીએ, ઇએમએ, યુકે એમએચઆરએ, પીડીએમડીએ જાપાન દ્વારા મંજૂરી આપવામાં આવેલ રસીઓને પણ ભારતમાં મંજૂરી માટેનો માર્ગ મોકળો કરવામાં આવ્યો છે. મંત્રાલયે કહ્યું કે આ નિર્ણયથી વિદેશી રસીઓને ભારત સુધી પહોંચવાની મંજૂરી મળશે અને જથ્થાબંધ આયાત અને રસી ઉત્પાદન ક્ષમતાને પ્રોત્સાહન મળશે, અને દેશની અંદર રસીઓની ઉપલબ્ધતામાં વધારો થશે

(6:43 pm IST)