Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

એક બેડ આપી દો નહીંતર તેમને મારી નાખો

પિતાને તડપતા જોઈને પુત્રની દર્દનાક વિનંતી

ચંદ્રપુર(મહારાષ્ટ્ર), તા. ૧૫ :. કોરોના મહામારીની બીજી લહેરથી આખુ મહારાષ્ટ્ર બેહાલ છે. પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે રાજ્યમાં કર્ફયુ લગાવવામાં આવ્યો પણ સ્થિતિ એટલી ખરાબ થઈ ચુકી છે કે કાળજુ કંપી જાય છે.

આવી જ એક ઘટના ચંદ્રપુરના એક યુવકની છે, જેણે કોરોનાથી પીડાઈ રહેલા પોતાના પિતાના ઈલાજ માટે ફકત ૨૪ કલાકમાં મહારાષ્ટ્ર અને તેલંગાણાની કેટલીય હોસ્પીટલોના ધક્કા ખાધા પણ તેને મદદ ન મળી. ત્યાર પછી દિકરાએ એટલું જ કહ્યું કે મારા પિતાને એક બેડ આપો નહીંતર તેને મારી નાખો.

માહિતી અનુસાર મહારાષ્ટ્રમાં રહેતા સાગર કિશોર નાહર્શીવારના પિતા બહુ બિમાર છે. એટલે તે તેમની સારવાર માટે મહારાષ્ટ્ર ઉપરાંત તેલંગાણાની પણ કેટલીય હોસ્પીટલોમાં ધક્કા ખાતો રહ્યો પણ સારવાર ન મળી શકી. જણાવી દઈએ કે સાગર પોતાના પિતાને લઈને મુંબઈથી ૮૫૦ કિ.મી. દૂર ચંદ્રપુર પણ પહોંચ્યો પણ દર્દીઓની સંખ્યા અચાનક વધી હોવાથી ત્યાં પણ આરોગ્ય સુવિધાઓને બહુ અસર પહોંચી હતી અને તેના લીધે હોસ્પીટલ ૨૪ કલાક માટે બંધ કરી દેવાય હતી.

સાગરે મીડીયા સાથે વાત કરતા જણાવ્યુ કે હું બપોરે લગભગ ૩ વાગ્યાથી ધક્કા ખાઈ રહ્યો છું. સૌ પહેલા હું ચંદ્રપુર ખાતેની વરોરા હોસ્પીટલ ગયો પણ ત્યાં બેડ ન મળ્યો. ત્યાર પછી હું કેટલીય ખાનગી હોસ્પીટલોમાં પણ ગયો પણ ત્યાં પણ જગ્યા ના મળી. રાત્રે લગભગ દોઢ વાગ્યે અમે તેલંગાણા જવા રવાના થયા અને લગભગ ત્રણ વાગ્યે ત્યાં પહોંચ્યા પણ ત્યાં પણ સારવાર ન મળી. એટલે સવારે અમે પાછા મહારાષ્ટ્રમા આવી ગયા. અત્યારે પણ મારા પિતા એમ્બ્યુલન્સમાં જ છે.

પોતાના પિતાને એમ્બ્યુલન્સમાં તડપતા જોઈને સાગર અત્યંત દુઃખી થઈ ગયો. તેણે જણાવ્યુ કે કેટલાક કલાક એમ્બ્યુલન્સ વિતાવ્યા પછી હવે ઓકિસજન પણ ખલાસ થવા આવ્યો છે, ત્યાર પછી સાગરે અત્યંત દર્દનાક વિનંતી કરતા કહ્યું કે મારા પિતા માટે એક બેડ આપો નહીંતર ઈન્જેકશન આપીને તેમને મારી નાખો.. હું તેમને આવી હાલતમાં ઘરે નહીં લઈ જઈ શકું.

(11:36 am IST)
  • ગુજરાતથી મહારાષ્ટ્ર એમપીની એસટી બસ સેવા બંધ કરાઈ : ગુજરાતમાંથી મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની એસટી બસ સેવા હંગામી ધોરણે સ્થગિત કરવામાં આવી છે. access_time 5:49 pm IST

  • સચિન તેંડુલકર જેવી સેલિબ્રિટીને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નહોતી : મહારાષ્ટ્રના મંત્રી અસલમ શેખે કહ્યું કે એસીમ્પિટોમેટિક સેલિબ્રિટીએ ઘર પર જ ઈલાજ કરાવવો જોઈએ હોસ્પિટલના બેડ પર નહીં : રાજ્યના ક્પડામંત્રીએ કહ્યું હતું કે બેડ જરૂરિયાતમંદો માટે છોડવા જોઈએ access_time 11:59 pm IST

  • દિલ્હીમાં પણ વીક એન્ડ કર્ફયુની જાહેરાત કરતી કેજરીવાલ સરકાર કોરોનાના બેફામ કેસો વધતા કેજરીવાલ સરકારે વીક એન્ડ કર્ફયુની જાહેરાત કરતાં કહ્નાં છે કે વીક એન્ડમાં જીમ, મોલ, સ્પા બંધ રહેશે : લગ્ન પ્રસંગ માટે પાસ ઈસ્યુ કરવામાં આવશે : શુક્રવારે રાત્રે ૧૦ વાગ્યાથી સોમવારે સવારે ૬ વાગ્યા સુધીનો કર્ફયુ લાદી દેવાયો છે access_time 1:19 pm IST