Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

કોંગ્રેસ નેતા શકીલ અહમદે પાર્ટી પ્રવક્તા પદેથી રાજીનામું ફગાવ્યું :મધુબનીથી અપક્ષમાં લડશે

ટિકિટ નહીં મળતા નારાજ :અશરફ ફાતમી પર અપક્ષ લડવા જાહેરાત કરી ચુક્યા છે

 

નવી દિલ્હી :કોંગ્રેસ નેતા શકીલ અહમદે  કોંગ્રેસના વરિષ્ઠ પ્રવક્તા પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે બિહારના મધુબનીથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પોતાનું રાજીનામું મોકલી આપ્યું હતું.

અગાઉ સીટ પર રાજદમાંથી ટિકીટ નહીં મળતા નારાજ પૂર્વીય કેન્દ્રીય પ્રધાન મોહમ્મદ અલી અશરફ ફાતમી મધુબની લોકસભા સીટ પર મહાગઠબંધન ઉમેદવાર વિરુદ્ધ અપક્ષમાંથી ચૂંટણી લડવાની જાહેરાત કરી ચૂક્યા છે. અગાઉ પણ શકીલ અહમદે પાર્ટી ચિન્હ માટે આગ્રહ કર્યો હતો. સાથે સાથે એમ પણ કહ્યું હતું કે, પાર્ટી પ્રભારી શક્તિસિંહ ગોહિસ સાથે અંગે વાત પણ થઈ હતી.

બિહારની મધુબની સીટ પર શકીલ અહમદે લડવાની વાત પહેલાથી કરી હતી પણ સીટ મહાગઠબંધનમાં વીઆઈપી કોટામાં જતી રહી. વીઆઈપીએ બદ્રી પૂર્વે ને ઉમેદવાર બનાવ્યા છે. હકીકતમાં જોઈએ તો મહાગઠબંધન કર્યા બાદ સીટ શેયરીંગમાં સીટ મુકેશ સહનીની વિકાસશીલ ઈંસાન પાર્ટીના ખાતામાં જતી રહી છે

(12:40 am IST)