Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

જયા પ્રદા પર નિવેદન આપી ફસાયા આઝમખાનઃ કેસ દાખલ

મહિલા આયોગે ફટકારી નોટીસઃ સુષ્મા સ્વરાજે પણ આડે હાથ લીધા

નવીદિલ્હી, તા.૧૫: સમાજવાદી પાર્ટીના દિગ્ગજ અને રામપુરના ઉમેદવાર આજમખાનના નિવેદન પર વિવાદ વધતો જાય છે. બીજેપી નેતા જય પ્રદાને લઇને તેમના દ્વારા કરવામાં આવેલી અમર્યાદિત ટિપ્પણી પરહવે કેસ દાખલ થઇ ગયો છે. આજમના નિવેદનને ધ્યાનમાં લેતા વિસ્તારના મેજિસ્ટ્રેટે તેમના વિરુદ્ઘ ફરિયાદ નોંધી છે. આજમ ખાનના નિવેદનની ચારેબાજુ નિંદા થઇ રહી છએ.

લોકસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન વારપલટવાર નિવેદનો સામે આવવા મોટી વાત નથી. તેના પહેલા પણ દ્યણા નેતાઓના નિવેદનો ચર્ચાનો વિષય બની ચૂકયા છે. પરંતુ આજમ ખાને તમામ હદોને પાર કરીને જય પ્રદા વિરુદ્ઘ નિવેદન આપ્યું છે, જે તેમની મુશ્કેલીઓ વધારી શકે છે

આ કેસ સિવાય રાષ્ટ્રીય મહિલા આયોગે પણ આજમ ખાનને નોટિસ મોકલી છે. રાષ્ટ્રીય મહિલા આયોગે ચૂંટણી પંચને ચિઠ્ઠી લખીને તેમના પર કાર્યવાહી કરવાની અપીલ કરશે. મહિલા આયોગની પ્રમુખ રેખા શર્માએ અખિલેશ યાદવે આ મુદ્દે મૌન સેવ્યું છે, તેના ઉપર પણ સવાલ ઉભા કર્યા છે.

સુષમા સ્વરાજે પણ લીધા આડે હાથ વિદેશ મંત્રી સુષમા સ્વરાજે પણ જયા પ્રદાના બચાવમાં ઉતરી છે. સુષમાએ સોમવારે સવારે ટ્વિટ કરીને મુલાયમ સિંહ યાદવને અપીલ કરી આઝમ ખાન પર એકશન લેવાની અપીલ કરી છે. સુષમાએ ટ્વિટ કર્યું કે, મુલાયમ ભાઇ, તમે સમાજવાદી પાર્ટીના પિતામહ છો. તમારી સામે રામપુરમાં દ્રૌપદીનું ચીરહરણ થઇ રહ્યું છે. તમે ભીષ્મની જેમ મૌન સેવવાની ભૂલ ના કરો.(૨૨.૨૬)

(4:09 pm IST)