Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

દેશમાં છ લાખ ડોકટર,૨૦ લાખ નર્સોની ઉણપ

એન્ટિબાયોટિક નહીં મળવાથી વધુ મોતઃ ૧૦ હજાર દર્દીઓ પર માત્ર એક ડોકટર

વોશિંગટન, તા.૧૫: ભારતમાં અંદાજીત રીતે છ લાખ ડોકટરો અને ૨૦ લાખ નર્સોનો ઘટાડો થયો છે. વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું છે કે ભારતમાં એન્ટીબાયોટિક દવાઓ આપવા માટે યોગ્ય રીતે તાલીમપૂર્ણ સ્ટાફની કમી છે. જેનાથી જીવ બચાવતી દવાઓ દર્દીઓને મળતી નથી.

અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ ડાઇનામિકસ એન્ડ પોલિસીના રિપોર્ટના જણાવ્યા મુજબ, એન્ટિબાયોટિક ઉપલબ્ધ હોવા છતાં ભારતમાં લોકોને બીમારી પર ૬૫ ટકા ખર્ચ તેમને જ ઉઠાવવો પડે છે. તે દર વર્ષે ૫.૭ કરોડ લોકોને ગરીબીમાં ધકેલી દીધા છે. રીપોર્ટના જણાવ્યા મુજબ, વિશ્વભરમાં દર વર્ષે ૫૭ લાખ એવા લોકોના મોત હોય છે.જેને એન્ટિબાયોટિક દવાઓથી બચાવી શકાતા હતા.આ મોટ એન્ટિબાયોટિક પ્રતિરોધી સંક્રમણોથી દર વર્ષે થનારી અંદાજિત સાત લાખ મોતીની સરખામણીમાં વધુ છે.

સીડીડીઈપીએ યુગાન્ડા, ભારત અને જર્મનીમાં હિતકારો સાથે વાતચીત કરી અને સામગ્રીના અધ્યયન કરીને ઓછા, મધ્ય, ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં તે પહેલુઓની ઓળખ કરી જેના લીધે દર્દીઓને એન્ટિબાયોટિક દવાઓ મળી રહી નથી. રીપોર્ટના જણવ્યા મુજબ, ભારતમાં દર ૧૦,૧૮૯ લોકો પર એક સરકારી ડોકટર છે. જયારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને દર એક હજાર લોકો પર એક ડોકટરની ભલામણ કરી છે. આ પ્રકારે છ લાખ ડોકટરોનો દ્યટાડો છે.

(3:51 pm IST)