Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

અમેરિકા અને બ્રિટન જેવા દેશો કરતાં

ભારતીય શેરબજારે આપ્યું સૌથી વધુ રિટર્ન

૧ વર્ષમાં સેન્સેકસે ૧૭.૩ ટકા તો નિફટીએ ૧૮.૯ ટકા રિટર્ન આપ્યુ

નવીદિલ્હી, તા.૧૫: ભારતીય શેરબજારનું પ્રદર્શન ગયા નાણાકીય વર્ષમાં દુનિયાના કેટલાય શેરબજારો કરતા સારૂ રહ્યું હતું.

૨૦૧૯ના માર્ચમાં પુરૃં થયેલ નાણાકીય વર્ષમાં વૈશ્વીક અને આંતરીક પડકારો વચ્ચે મુંબઇ શેર બજારના મુખ્ય સુચકાંક બીએસઇ  સેન્સેક્ષે ૧૭.૩ ટકાનું રીટર્ન, જયારે નેશનલ સ્ટોક એકસચેન્જના નિફટીમાં ૧૪.૯ ટકા રીટર્ન મળ્યું છે. આ પ્રદર્શન અમેરિકા, બ્રિટન, ચીન, બ્રાઝીલ, જાપાન, દક્ષિણ કોરીયા તથા હોંગકોંગ કરતા પણ સારૃં છે.

બજારમાંથી મોટી માત્રામાં નાણા મેળવવાની સાથે સાથે ભારતમાં શેરબજારનું કદ પણ વધ્યું છે. તેનું કદ ૬ ટકા વધીને ૧૫૧ લાખ કરોડ રૂપિયાથી પણ ઉપર પહોંચ્યું છે. આ ઉપરાંત મ્યુચ્યલ ફંડની સંપતિ ૧૧.૪ ટકા વધીને ૨૪ લાખ કરોડ રૂપિયા થઇ ગઇ છે. જયારે વિદેશી રોકાણકારોનું રોકાણ વધીને ૩૦ લાખ કરોડે પહોંચવા આવ્યું છે.

(12:00 pm IST)