Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

લોકસભા ચૂંટણી બાદ કઈ પાર્ટીને સમર્થન કરશે કમલા હસન : આપ્યું મોટું નિવેદન :ભાજપ કોંગ્રેસ બંને સ્વીકાર્ય નથી પણ,,,

અમે ત્રીજો વિકલ્પ બનવા માંગીશું, પરંતુ અમે સ્થાનિક દળ છીએ અને તેનાથી અમે માહિતગાર છીએ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીને લઈ તમામ પાર્ટીઓએ પ્રસાર-પચાર તેજ કરી દીધો છે. દક્ષિણના રાજ્યોમાં ચૂંટણી જંગ ભારે રોચક જોવા મળી રહ્યો છે. મક્કાલ નીતિ માઈમ (MNM)ના નેતા અને દિગ્ગજ ફિલ્મ અભિનેતા કમલ હાસને લોકસભા ચૂંટણી બાદ રાષ્ટ્રીય દળોને સમર્થન આપવાના મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. કમલ હાસને કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ તેઓ ભાજપ અથવા કોંગ્રેસ સાથે જઈ શકે છે, પરંતુ તેમનું સમર્થન કેટલીક શરતોને આધિન રહેશે.

   કમલ હાસને કહ્યું કે તેઓ કોઈપણ પ્રકારની ડીલ નહિ કરે. પરંતુ તેવી પાર્ટીને સમર્થન આપશે જે ઓછામાં ઓછી તમિલનાડુની સમસ્યાઓને સાંભળશે અને અહીંના લોકોની વાત કરશે. કઈ રાષ્ટ્રીય પાર્ટીને તેઓ સમર્થન આપશે, આ સવાલના જવાબમાં કમલ હાસને કહ્યું, ભાજપ અને કોંગ્રેસ બંને અમને સ્વીકાર્ય નથી પરંતુ અમે શું કરી શકીએ છીએ? અમે ત્રીજો વિકલ્પ બનવા માંગીશું, પરંતુ અમે સ્થાનિક દળ છીએ અને તેનાથી અમે માહિતગાર છીએ

(11:05 am IST)