Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

માર્ક ઝુકરબર્ગની સુરક્ષા પર ફેસબુક 22.6 મિલિયન ડૉલર ખર્ચ કરે છે : ત્રણ વર્ષથી માત્ર એક ડોલરનો પગાર લે છે

ફેસબુકના સીઇઓ માર્ક ઝુકરબર્ગ (Mark Zuckerberg) નો પગાર જ્યાં એક ડૉલર છે, ત્યાં કંપની તેમની સુરક્ષા પર લાખો ડોલરનો ખર્ચ કરે છે. ફેસબુકએ તેના સીઇઓ માર્ક ઝુકરબર્ગની સુરક્ષા માટે વર્ષ 2018 માં 22.6 મિલિયન ડોલર ખર્ચ્યા હતા. આ પાછલા વર્ષ કરતાં બમણા છે

  તે વર્ષે ઝુકરબર્ગની સુરક્ષા પર આશરે 9 મિલિયન ડોલર ખર્ચવામાં આવ્યા હતા. એટલું જ નહીં, આ ઉપરાંત ઝુકરબર્ગને કંપની વતી તેમના અંગત પ્રાઇવેટ જેટ માટે 2.6 મિલિયન ડોલર આપવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે આ વાતની માહિતી શુક્રવારે ફેસબુક દ્વારા આપવામાં આવી હતી.

 કંપનીએ કહ્યું કે તે પણ તેમની સિક્યોરિટીનો એક ભાગ છે, તેથી આ રકમને પણ તેમના સુરક્ષા ખર્ચામાં ઉમેરવામાં આવી છે. મજેદાર વાત એ છે કે છેલ્લા ત્રણ વર્ષથી ઝુકરબર્ગ માત્ર ડોલરનો પગાર લે છે.

 કંપનીના ચીફ ઑપરેટિંગ ઓફિસર શેરિલ સેન્ડબર્ગને વર્ષ 2018 માં 23.7 મિલિયન ડોલર મળ્યા હતા. જયારે વર્ષ 2017 માં, આ રકમ 25.2 મિલિયન ડોલર હતી. આ સિવાય, કંપની તરફથી એ પણ જાણકારી આપવામાં આવી છે કે નેટફ્લિક્સના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રીડ હેસ્ટિંગ્સ સોશિયલ મીડિયા કંપનીના બોર્ડમાં તેમની સીટ છોડી દેશે અને ફરીથી ચૂંટણી માટે નોંધણી કરશે નહીં.

(11:04 am IST)