Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

રિલાયન્સ જિયોએ ૩૦ કરોડ ગ્રાહકોના આંકડાને વટાવ્યો

ગુજરાતમાં જિયોના ગ્રાહકોની સંખ્યા ૧.૯૫ કરોડ

નવી દિલ્હી તા.૧૫: ટેલિકોમ ઓપરેટર રિલાયન્સ જિયોએ એની કામગીરીનાં અઢી વર્ષના સમયગાળામાં ૩૦ કરોડ ગ્રાહકોનો આંક વટાવ્યો છે. એમાંથી એના ગુજરાતના કુલ યુર્ઝસની સંખ્યા ૧.૯૫ કરોડ જેટલી છે.

કંપની બીજી માર્ચે આ સીમાચિહ્ન પર પહોંચી હતી અને એમાં પણ આઇપીએલની ચાલી રહેલી સીઝનમાં જિયોના યુર્ઝસની સંખ્યા ૩૦ કરોડ ગ્રાહકોને વટાવી ગઇ છે.

જિયોએ ભારતમાં એની વેપારી કામગીરી શરૂ કર્યાના ૧૭૦ દિવસમાં જ ૧૦ કરોડ ગ્રાહકોનો આંક વટાવ્યો હતો.

ડિસેમ્બર ૨૦૧૮માં પૂરા થયેલા કવોર્ટરના અંતે નાણાકીય કામગીરીમાં ભારતી એરટેલે ૨૮.૪ કરોડ ગ્રાહકો નોંધાવ્યા હતા. રેગ્યુલેટરી ફાઇલિંગ્સ મુજબ ભારતી એરટેલ ડિસેમ્બરના અંતે ૩૪ કરોડ ગ્રાહકો ધરાવતી હતી અને જાન્યુઆરીના અંતે એના ગ્રાહકોની સંખ્યા ૩૪ કરોડ કરતાં વધુ હતી.

ભારતી એરટેલે એની કામગીરીના ૧૯માં વર્ષે ૩૦ કરોડ ગ્રાહકોનો આંક વટાવ્યો હતો. સમગ્ર દેશની સૌથી મોટી ઓપરેટર વોડાફોન આઇડિયા  વોડાફોન ઇન્ડિયા અને આઇડિયા સેલ્યુલરના ૨૦૧૮ની ૩૧ ઓગસ્ટના મર્જર પછી ૪૦ કરોડ ગ્રાહક ધરાવે છે.(૧.૩)

(12:30 pm IST)