Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

આપના ઉમેદવાર પ્રચારની ગાડી ચલાવવા બિસ્કીટથી લઈને પેટ્રોલ જેવી વસ્તુઓનું દાન સ્વીકારવા મજબુર

દિલ્હીમાં પ્રચાર ખર્ચમાં માટે નાની નાની વસ્તુઓ માંગે છે : સ્કૂલના પૂર્વ છાત્રોથી ફંડની માંગ

નવી દિલ્હી :લોકસભાની ચૂંટણી દરમિયાન દિલ્હીમાં 'આમ આદમી પાર્ટી'(આપ)ના ઉમેદવારોએ  અનોખું વલણ અપનાવ્યું છે.'આપ' પાર્ટીના ઉમેદવાર રોકડ અથવા સામાન કોઈ પણ સ્વરૂપમાં ડોનેશન સ્વીકાર કરી રહ્યા છે. ઉપરાંત પાર્ટી ચૂંટણી પ્રચારની ગાડી ચલાવવા માટે બિસ્કીટથી લઈને પેટ્રોલ જેવી વસ્તુઓનું દાન પણ સ્વીકાર કરી રહી છે.

   મીડિયા રિપોર્ટ મુજબ ઉતરપૂર્વી દિલ્હીથી 'આપ' ઉમેદવાર દિલીપ પાંડે પ્રચાર ખર્ચ માટે નાની-નાની વસ્તુઓની માગ કરી રહ્યા છે. જે ભલે કોઈ પણ રૂપમાં હોય. ઉપરાંત દક્ષિણ દિલ્હી બેઠકથી 'આપ'ના ઉમેદવાર રાઘવ ચડ્ઢા તેમની સ્કૂલના પૂર્વ છાત્રોથી ફંડ માંગી રહ્યા છે. સાથે મતદાતાઓથી પણ જેટલી હોઈ શકે એટલી મદદ કરવાની વિનંતી પણ કરી રહ્યા છે. ઉપરાંત પૂર્વી દિલ્હીથી પાર્ટીના ઉમેદવાર આતિશી ઓનલાઈન કેમ્પેનના માધ્યમથી ફંડ એકત્ર કરી રહ્યા છે.

   જ્યારે દિલ્હી બેઠકથી ઉમેદવાર બ્રજેશ ગોયલ જે 'આપ' વિંગના સંયોજન પણ છે પોતાના મિત્રોથી મદદ માંગી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં મતદાન માટે હાલ એક મહિનાનો સમય છે. આવી સ્થિતિઓમાં પ્રચાર માટે 'આપ' ઉમેદવાર ફંડની અછતની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ઉપરાંત પાર્ટીનો પ્રચાર યોગ્ય રીતે ન કરવા બદલ તેમને ઘણું નુકસાન પણ થઈ રહ્યું છે. જેથી પ્રચાર ખર્ચની સમસ્યા ઉકેલવા માટે ઉમેદવાર પર્યાપ્ત ફંડ એકત્ર કરવાની પૂરજોશ કોશિશ કરી રહ્યા છે.

(12:00 am IST)