Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

હવે ભોજપુરી સુપરસ્ટાર નિરુવાનો ઉપયોગ કરાશે

હેમા, જયાપ્રદા, સ્મૃતિ પણ મેદાનમાં

ફતેપુર, તા. ૧૪ : ઉત્તરપ્રદેશમાં જીત મેળવવા માટે ભારતીય જનતા પાર્ટીએ આક્રમક રણનીતિ અપનાવી છે. એકબાજુ સપા અને બસપા જાતિ સમીકરણ ઉપર ભાર મુકી રહ્યા છે જ્યારે બીજી બાજુ ભાજપે ગ્લેમરને પણ મેદાનમાં રાખીને મતદારોને પ્રભાવિત કરવા તૈયારી કરી છે. ગ્લેમર હેઠળ ભારતીય જનતા પાર્ટીએ હેમામાલિની, જયાપ્રદા, સ્મૃતિ ઇરાનીને તાજેતરમાં જ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયેલા ભોજપુરી સુપરસ્ટાર નિરુવાનો પણ ઉપયોગ કરવામાં આવશે. નિરુવા ભાજપની ટિકિટ ઉપર આઝમગઢ સીટ પરથી અખિલેશ યાદવની સામે ચૂંટણી મેદાનમાં છે.

(12:00 am IST)