Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

મેડલ ટેબલમાં ભારત ત્રીજા

૨૦૦ સભ્યોની ટીમ ભારત તરફથી પહોંચી હતી

નવીદિલ્હી, તા. ૧૫ :ગોલ્ડ કોસ્ટમાં કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના શાનદાર સફરની પૂર્ણાહૂતિ થઇ છે. ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં આ વખતે ૨૬ ગોલ્ડ મેડલ જીતીને જોરદાર સપાટો બોલાવ્યો છે. કુલ ૬૬ ચંદ્રકો ભારતે જીત્યા છે જેમાં ૨૦ સિલ્વર અને ૨૦ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ૨૦૧૪માં ગ્લાસગોવ કોમનવેલ્થ ગેમમાં જીતેલા ૬૪ ચંદ્રકો કરતા પણ આ વખતે ભારતીય ટીમનો દેખાવ વધારે શાનદાર રહ્યો છે. ગોલ્ડ કોસ્ટમાં ભારતીય ટીમે આ વખતે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ બાદ ત્રીજા સ્થાને રહીને તમામને ચોંકાવી દીધા છે. ભારતનો શાનદાર દેખાવ આવનાર સમયમાં જારી રહે તેવા સંકેત પણ દેખાઈ રહ્યા છે. કોમનવેલ્થ ગેમ્સ ૨૦૧૮માં મેડલ ટેબલ નીચે મુજબ છે.

રેંક

દેશ

સુવર્ણ

રજત

કાંસ્ય

કુલ

ભારત

૨૬

૨૦

૨૦

૬૬

ઓસ્ટ્રેલિયા

૮૦

૫૯

૫૯

૧૯૮

ઇંગ્લેન્ડ

૪૫

૪૫

૪૬

૧૩૬

કેનેડા

૧૫

૪૦

૨૭

૮૨

ન્યુઝીલેન્ડ

૧૫

૧૬

૧૫

૪૬

દક્ષિણ આફ્રિકા

૧૩

૧૧

૧૩

૩૭

વેલ્સ

૧૦

૧૨

૧૪

૩૬

સ્કોટલેન્ડ

૧૩

૨૨

૪૪

નાઇઝિરિયા

૨૪

૧૦

સાઇપ્રસ

૧૪

૧૧

જમૈકા

૧૧

૨૭

૧૨

મલેશિયા

૧૨

૨૪

૧૩

સિંગાપોર

૧૪

કેન્યા

૧૭

૧૫

યુગાન્ડા

૧૬

બોત્સવાના

(7:52 pm IST)