Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

હવે બેંકોના એનપીએમાં ૮૦૦૦ કરોડનો વધારો

ગીતાંજલિ જેમ્સ કૌભાંડની સીધી અસર

નવીદિલ્હી, તા. ૧૫ :નોન પરફોર્મિંગ એસેટ અથવા તો બેંકિંગ સેક્ટરમાં બેડ લોનનો આંકડો ૮૦૦૦ કરોડ સુધી વધી ગયો છે. ૩૧મી માર્ચના દિવસે પુરા થયેલા ત્રિમાસિક ગાળા દરમિયાન કૌભાંડગ્રસ્ત ગીતાંજલિ જેમ્સ ગ્રુપ બેડમાં ફેરવાતા તેની અસર જોવા મળી રહી છે. ગીતાંજલિ જેમ્સને આપવામાં આવેલી રકમ પણ બેડમાં ફેરવાઈ ગઈ છે. સુત્રોએ કહ્યું છે કે, એકલા ગીતાંજલિને ૮૦૦૦ કરોડ રૃપિયા બેંકો તરફથી આપવામાં આવ્યા હતા. ૧૭-૧૮ના ચોથા ત્રિમાસિકગાળામાં મોટા ફેરફારની અસર જોવા મળી હતી. દેશમાં તમામ બેંકોના એનપીએનો આંકડો ડિસેમ્બર મહિનામાં ૮૪૦૯૫૮ કરોડ રૃપિયા સુધી પહોંચી ગયો હતો. ઇન્ડસ્ટ્રી લોનનો આંકડો સૌથી ઉપર છે. મેહુલ ચોક્સી દ્વારા પ્રમોટેડ ગીતાંજલિએ પંજાબ નેશનલ બેંક સાથે ઠગાઈ કરી હતી.  મેહુલ ચોક્સીની સાથે નિરવ મોદી દ્વારા ૧૩૦૦૦ કરોડની ઠગાઈ પીએનબી સાથે કરવામાં આવી હતી. મુંબઈમાં ખાસ્ સીબીઆઈ કોર્ટે મોદી અને ચોક્સીની સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યા છે. અલ્હાબાદ બેંકના નેતૃત્વમાં ૨૧ બેંકોના કન્સોર્ટિયમે તેને ૨૦૧૦-૧૧માં વર્કિંગ કેપિટલ લોનની અવધિને વધારી દીધી હતી. સુધારવામાં આવેલી માર્ગદર્શિકા આ મુજબની માહિતી અપાઇ છે.

(7:42 pm IST)