Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

ટ્રેનર રશેલની હૂબહૂ નકલ કરતો ગોરીલા બૉલિંગોનો વિડિઓ વાયરલ

વીડિયોમાં ગોરિલાની સ્માર્ટનેસ અને ટ્રેની પ્રત્યેની વફાદારી જોઈ શકાય છે.

સોશિયલ મીડિયા પર ગોરિલાનો એક વીડિયો ઘણી ઝડપથી વાયરલ થઇ રહ્યો છે જેમાં તે ટ્રેનરની હૂબહૂ નકલ કરી રહ્યો છે. ફેસબુક પર આ વીડિયોને ખૂબ પસંદ કરાઈ રહ્યો છે  ફ્લોરેડાના બશ ગાર્ડન ટેમ્પા બે પાર્કમાં આ વીડિયો ઉતારવામાં આવ્યો છે. આ વીડિયોમાં ગોરિલાની સ્માર્ટનેસ અને તેના ટ્રેની પ્રત્યેની વફાદારી પણ જોઈ શકાય છે.

  બોલિંગો નામનો ગોરિલા ટ્રેનર રશેલ સાથે સ્ટંટ કરતા જોવા મળ્યો. જેમ જેમ રશેલ કરી રહી હતે તેની નકલ ગોરિલા કરી રહ્યો હતો. રશેલ એનિમલ કેર સ્પેશાલિસ્ટ છે. વીડિયોમાં જોઈ શક્ય છે કે પહેલા રશેલ જેમ બેઠી છે તેમ જ ગોરિલા પણ બેઠો છે. રશેલ કાચની દીવાલ પર હાથ મુકે છે તો ગોરિલા પણ ત્યાં હાથ મુકે છે. ત્યાર બાદ જેમ જેમ રશેલ કરે છે બિલકુલ તેવું જ ગોરિલા પણ કરે છે.

  આ વીડિયોને ૩ લાખથી પણ વધુ વ્યૂઝ અને 6 હાજરથી પણ વધુ વખત શેર કરવામાં આવ્યો છે. લગભગ 6 હાજરથી પણ વધુ રીએકશન મળ્યા છે. બશ ગાર્ડન ટેમ્પા બે એ આ વીડિયોને બુધવારે શેર કર્યો હતો.

(7:11 pm IST)