Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

સત્તાના નશામાં વડાપ્રધાન ભાન ભૂલ્‍યાનો તોગડીયાનો આક્ષેપ તેમણે ગૌરક્ષકોને ગુંડા કહ્યાનું પણ જણાવ્‍યું

નવી દિલ્‍હી : વિહિન પૂર્વ અધ્‍યક્ષ પ્રવિણ તોગડિયાએ વડાપ્રધાન પર ભારે વાકબાણ છોડતા તેઓ સત્તાના નશામાં ભાન ભૂલ્‍યાનું જણાવી ગૈરક્ષકોને વડાપ્રધાને ગુંડા કહ્યાનું જાહેર કર્યુ છે.

પ્રવીણ તોગડીયાએ નિવેદનમાં PM નરેદ્ર મોદીને નિશાને લીધા હતા. PM મોદી પર પ્રહાર કરતા તેઓએ કહ્યું કે, હિંદુઓની લાશ પર સત્તા પર બેસેલા સિકંદરે કાયદો બનાવવો પડશે. તોગડિયાએ જણાવ્યું કે, નવા સંગઠનની શરૂઆત કરવામાં આવશે. અનિશ્ચિત કાળના ઉપવાસથી સંગઠનની શરૂઆત કરવામાં આવશે. રામમંદિર અને હિંદુ જ ફર્સ્ટના સંકલ્પ સાથે સંગઠનની રચના કરવામાં આવશે. જેના માટે દેશભરમાં ફરીને કાર્યકર્તાઓને સંગઠનમાં જોડીશું. મારો વિશ્વાસ છે કે, હિંદુ કાર્યકર્તા સંગઠનમાં જોડાશે.

આપને જણાવી દઇએ તો આ તરફ વિશ્વ હિન્દુ પરિષદમાંથી પ્રવિણ તોગડિયાને દૂર કરાતા અમદાવાદમાં તેમના સમર્થકોમાં નારાજગી જોવા મળી રહી છે. VHPના નારાજ કેટલાક કાર્યકરોએ રાજીનામા આપ્યા છે.

આટલુ જ નહી પરંતુ તેમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર કટાક્ષ વાકબાણ કર્યા હતા. તેમને કહ્યુ હતુ કે સત્તાના નશામાં મોદી ભાન ભૂલી ગયા છે, તેમને ગૌરક્ષકોને ગુંડા કહ્યા છે. હિન્દુત્વના આધારે ભાજપ સરકારમાં આવી, ગૌરક્ષકોને ગુંડા કહેવામાં આવ્યા, ત્રિપલ તલાકનો કાયદો બન્યો પણ રામ મંદિરનો કાયદોનાં બન્યો, સેના પર પથ્થરમારનાર પરના કેસ પાછા ખેંચાયા, ગૌરક્ષકોને જેલમાં મોકલાયા છે.

જો મોદી સરકાર આજ રીતે હિંદુઓ ઉપર દબાણ કરતી રહેશે તો પરિણામ સારો નહી આવે. તેમને આ વાતને વધારતા એ પણ કહ્યુ કે મારી લડાઈ એક વ્યક્તિ સામે નથી, પ્રશ્ન સંસ્થાનો નહી, કરોડો હિંદુઓનો છે, મારી ઉપર દબાણ કરાયુ રહ્યુ હતુ.

તેમને હિંદુઓ ખાતે લાગણી વ્યક્ત કરતા કીધુ હતુ કે VHP મારી પાસે નહી હોય પરંતુ કાર્યકરો મારી સાથે હશે, કરોડો કાર્યકર્તાઓ મારી સાથે હશે, સરકારે વિશ્વાસઘાત કર્યો છે, હું અનિશ્ચિત સમયના ઉપવાસ પર બેસીશ, હું સંકલ્પ સાથે ઉપવાસ પર બેસીશ.

(4:49 pm IST)