Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

જયપુર એસ્‍પોર્ટ પર જીજ્ઞેશ મેવાણીને અટકમાં લેવાયા : નાગોરમાં પ્રવેશ પર પ્રતિબંધ હોવાથી તંત્રનું પગલું

જયપુર :  ગુજરાતના ધારાસભ્‍ય જીજ્ઞેશ મેવાણીની જયપુરના એક નાગોર ગામમાં પ્રવેશ પર પ્રતિબંધ હોય જયપુર એરપોર્ટ પર અટક કરી લેવાઇ છે.

દલિત ધારાસભ્ય Jignesh Mevani રાજસ્થાનના નાગોરમાં આયોજિત ડો. બાબાસાહેબ આંબેડકર અને ભારતીય સંવિધાન અંગેના કાર્યક્રમમાં હાજરી આપવામાં જઈ રહ્યા હતા. જો કે રાજસ્થાન સરકારે તેમની નાગોરમાં પ્રવેશબંધી કરી હોવાથી તેમની પોલીસે અટકાયત કરી છે.

આ અંગે જીગ્નેશ મેવાણીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે હું જયારે જયપુર એરપોર્ટ પર ઉતર્યો ત્યારે કેટલાંક પોલીસ જવાનોએ મને ડીસીપીની સહીવાળો પત્ર બતાવ્યો હતો અને કહ્યું હતું કે સમગ્ર નાગોર જીલ્લામાં તમારા પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. હું નાગોરમાં આયોજિત ડો. બાબાસાહેબ આંબેડકર અને ભારતીય સંવિધાન અંગેના કાર્યક્રમમાં હાજરી આપવામાં જઈ રહ્યા હતો.

ત્યાર બાદ ડીસીપીએ પણ મને જણાવ્યું હતું કે તમારો નાગોર પ્રવેશ પ્રતિબંધીત છે. તેમજ તેમણે મને જયપુરમાં પણ બહાર જવાની મંજુરી આપી ન હતી. તેમજ અમદાવાદ પરત જવા માટે દબાણ કર્યું હતું. આ ઉપરાંત સૌથી મહત્વનું તો એ હતું કે તેમણે મને એરપોર્ટ પર પ્રેસ કોન્ફરન્સ પણ યોજવાની મનાઈ ફરમાવી દીધી હતી.

(4:45 pm IST)