Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

પદ્મશ્રી એવોર્ડ વિનર ચિત્રકાર શ્રી રામકુમારનું ૯૪ વર્ષની જૈફ વયે દિલ્‍હીમાં નિધન : શોક

નવી દિલ્‍હી :  જાણીતા ચિત્રકાર અને પદ્મશ્રી એવોર્ડ વિનર શ્રી રામકુમારનું ૯૪ વર્ષની વયે નવી દિલ્‍હીમાં નિધન થતા કલાકાર જગતમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.

જાણીતા ચિત્રકાર રામકુમારનું આજે દિલ્હીમાં ૯૪ વર્ષની વયે અવસાન થયું હતું. વાઢેરા આર્ટ ગેલેરીએ તેમના મૃત્યના સમાચારને સમર્થન આપ્યું હતું  જેમણે ૧૯૯૬માં રામ કુમાર: એ જર્ની વિધિનનામનું કુમારનું સોલો શોનું પબ્લીકેશન કર્યું હતું.ભારે હદયથી જાણ કરવાની કે ભારતના મહાન ચિત્રકારો પૈકીના એક  મિત્ર રામકુમારનું અવસાન થયું છે. વાઢેરા આર્ટ ગેલેરી ખાતે અમારા મેન્ટર અને સમર્થ ટેકેદાર કુમારને શ્રધ્ધાંજલી અર્પીએ છીએ જેઓ અમારી ગેલેરેના જન્મ સમયના એક હિસ્સા હતાએમ એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું.

છેલ્લા કેટલાક વર્ષોમાં વાઢેરા આર્ચ ગેલેરીએ કુમારના ૨૨ એકલ શો યોજ્યા હતા. વાઢેરાના માલીક અરૃણ વાઢેરા તેમને યાદ કરતાં કહે છે કે તેમનું આખું જીવન એક સાધના હતું.એક એવો પ્રયાસ હતોએમ તેમણે કહ્યું હતું. કુમારનો જન્મ શિમલામાં થયો હતો અને તેઓ સેન્ટ સ્ટીફન કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતક બન્યા હતા. જો કે જે ઘડીએ તેઓ કળા જાણતા થયા ત્યારથી જ તેમણે પેરિસમાં જઇ ચિત્રકામ -કળા શીખવા નિર્ણય કરી લીધો હતો.

અહીંયા તેમને સાથી ચિત્રકાર ભારતના એક અન્ય મહાન ચિત્રકાર સૈયદ હૈદર રઝાનો પરિચય થયો હતો. પેરિસમાં તેઓ ક્યુબિસ્ટ પેઇન્ટર ફર્નાન્ડો લેગર અને શિલ્પકાર એન્ડ્રે લ્હોટેના હાથ નીચે કળા શીખ્યા હતા. જો કે વારાણસીની તેમની મુલાકાત તેમના જીવનમાં એક નવો જ વણાંક લઇને આવી. ૧૯૬૦માં તેઓ એમ.એફ. હુસેન સાથે વારાણસીની મુલાકાતે ગયા હતા જે તેમના સમગ્ર જીવનમાં પ્રેરણા આપતી યાદગાર મુલાકાત રહી હતી. ૧૯૭૨માં તેમને પદ્મક્ષી અને ૧૯૮૬માં મધ્ય પ્રદેશ સરકારનો કાલીદાસ સન્માન એનાયત કરાયો હતો.

(4:40 pm IST)