Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

કોમનવેલ્‍થ ગેમ-ર૦૧૮માં પણ ભારતનો દબદબો યથાવત ભારતે ર૬ ગોલ્‍ડ સાથે કુલ ૬૬ મેડલ જીતી નવો કિર્તીમાન સ્‍થાપ્‍યો

લડન : કોમનવેલ્‍થ ગેમ-ર૦૧૮માં અંતિમ ચરણમાં સમાપ્તી બાદ ભારતે ર૬ ગોડ મેડલ સાથે કુલ ૬૬ મેડલો જીતીને ભારતનો દબદબો યથાવત રાખ્‍યો છે. ભારત માટે ગૌરવરૂપ બાબત ગણાવાઇ રહી છે.

અંતિમ ફાઈનલ મેચમાં ભારતીય જોડીને માર્કસ એલિસ અને ક્રિસ લેગ્રિજની જોડીએ સીધી ગેમમાં 21-13, 21-16થી હરાવીને ગોલ્ડ મેડલ પર કબજો કર્યો. પહેલી ગેમમાં સાત્વિક અને ચિરાગની જોડીએ સારી શરુઆત કરી પણ વિદેશી ટીમ પર હાવી ન થઈ શક્યા.

ભારત ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં રમાયેલા કોમનવેલ્થમાં ત્રીજા સ્થાન પર રહ્યું, જ્યારે ઓસ્ટ્રેલિયા ગેમમાં પહેલા સ્થાન પર અને ઈંગ્લેન્ડ 136 મેડલ સાથે બીજા સ્થાન પર રહ્યું છે. ભારતે કોમનવેલ્થમાં 2010માં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. જેમાં 38 ગોલ્ડ મેડલ સાથે 101 મેડલ જીત્યા હતા. જ્યારે વર્ષ 2002માં માન્ચેસ્ટરમાં યોજાયેલા કોમનવેલ્થમાં 30 ગોલ્ડ મેડલ સાથે કુલ 69 મેડલ્સ જીત્યા હતા. ગોલ્ડ કોસ્ટમાં અત્યાર સુધીનું ભારતનું ત્રીજું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન છે જેમાં ભારતે 26 ગોલ્ડ સાથે કુલ 66 મેડલ જીત્યા છે.

ભારતે 66 મેડલ્સમાં સૌથી વધુ 16 મેડલ્સ નિશાનેબાજીમાં જીત્યા છે જેમાં 7 ગોલ્ડ, 4 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. ભારત આ વર્ષે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ પછી ત્રીજા નંબર રહ્યું છે, જ્યારે કેનેડા અને ન્યુઝિલેન્ડ અનુક્રમે 4 અને 5 નંબર પર રહ્યા છે.

આ પહેલા ભારતે આજે બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. વિમેન્સ બેડમિન્ટન ફાઈનલમાં બન્ને ભારતીય ખેલાડી પીવી સિંધું અને સાઈના નહેવાલ આમને સામને હતા જેમાં સાઈનાએ ગોલ્ડ જીત્યો છે. જ્યારે મેન્સ સિંગલમાં ભારતના કિબાંદ શ્રીકાંતે મલેશિયાના લી ચોંગ સામે હારનો સામનો કરીને સિલ્વરથી સંતોષ માનવો પડ્યો. આ સાથે જ તેમનું ગોલ્ડ મેડલ જીતવાનું સપનું તૂટી ગયું.

ભારતે બેડમિન્ટનમાં બે ગોલ્ડ, ત્રણ સિલ્વર અને 1 બ્રોન્ઝ સાથે કુલ 5 મેડલ્સ જીત્યા છે. મિક્સ ટીમ ઈવેન્ટમાં મલેશિયાને માત આપીને ભારતે ગોલ્ડ મેડલ પર કબજો કર્યો હતો. બેડ મિન્ટનમાં ભારતનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.

(4:33 pm IST)