Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

સાઈના નેહવાલે ગોલ્ડ જીત્યો :વુમન્સ સિંગલ ફાઇનલમાં પી,વી,સિંધુને હરાવીને મુકાબલો જીત્યો

કોમનવેલ્થમાં ભારતએ ચાર સિલ્વર મેડલ હાંસલ કર્યા : ટેબલ ટેનિસમાં બે બ્રોન્ઝ મેડલ : 500 મેડલ્સના આંકડો પાર

કોમનવેલ્થ ગેમ્સના અંતિમ દિવસે ભારતે ચાર સિલ્વર મેડલ જીત્યા છે 11મા અને અંતિમ દિવસે ભારતે બેડમિન્ટનમાં ચાર મેડલ જીત્યાં છે જયારે  સાઈના નેહવાલે ગોલ્ડ મેડલ જીત્યો છે ભારતના પીવી સિંધુ, કિદાંબી શ્રીકાંત તેમજ સાત્વિક રંકીરેડ્ડી અને ચંદ્રશેખર શેટ્ટીની જોડીએ સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે
  . બેડમિન્ટનના વુમેન્સ સિંગલ્સનો ફાઈનલ મુકાબલો સાઈના અને સિંધુ વચ્ચે થયો હતો. જેમાં સાઈનાએ 21-18, 23-21થી જીત હાંસલ કરી હતી. જોકે કિંદાબી મેન્સ સિંગલ્સના ફાઈનલમાં મલેશિયાના લી ચોંગ વેઇથી 19-21, 21-14, 21-14થી હારી ગયો હતો.
   મેન્સ ડબલ્સમાં સાત્વિક અને ચિરાગને ઈંગ્લેન્ડના માકર્સ એલિસ અને ક્રિસ લેંગ્રિઝની જોડીએ 21-13, 21-16થી હરાવ્યો હતો
  . આ ઉપરાંત ભારતને સ્કવોશમાં એક સિલ્વર અને ટેબલ ટેનિસમાં બે બ્રોન્ઝ મેડલ મળ્યાં હતા ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં પોતાના 84 વર્ષના ઈતિહાસમાં 500 મેડલ્સના આંકડો પાર કરી લીધો છે. ભારતે પહેલી વખત 1934માં કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લીધો હતો.

 

(1:20 pm IST)