Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

H1-B વિઝા માટેની અરજીઓમાં સતત બીજા વર્ષે પણ ઘટાડો જોવા મળ્યો

મુંબઇ : યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના H1-B વિઝાની અરજીની સંખ્યામાં બીજા વર્ષે પણ સતત ઘટાડો નોંધાયો છે. જે અમેરિકામાં ઓનસાઇટ પ્રોજેક્ટ્સ માટે ભારતીય ટેકનોલોજી ઉદ્યોગ પર આધારિત છે.

2018-19ના વર્ષ માટે સફળ વિઝા અરજદારોને 1 ઓક્ટોબર, 2018થી અમેરિકામાં કામ કરવા માટેની મંજૂરી આપવામાં આવે છે. જે અંતર્ગત યુએસ એજનસીને 1.90 લાખ અરજીઓ મળી હતી. અગાઉની સીઝનમાં આ અરજીઓને સંખ્યા બે લાખ જેટલી હતી.

વર્ષ 2017-18ની સરખામણીએ આ અરજીઓમાં 4.5 ટકાના ઘટાડા સાથે 8902 અરજીઓ ઓછી આવી હતી, જોકે આ ઘટાડો નાનો છે. જે ટ્રમ્પ વહિવટીતંત્રનાં રક્ષણાત્મક પ્રભાવનું કારણ છે.

H1-B વિઝામાં વિલંબીતતાના કારણે અમેરિકામાં મોટાભાગની ભારતીય ટેકનોલોજી કંપનીઓ છેલ્લાં કેટલાંક મહિનાઓથી યુએસનાં સ્થાનિકોની ભરતી કરી રહી છે.

યુનાઇટેડ સ્ટેટસ સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસ (અુએસસીઆએસ)ને H1-B વીઝા માટે વાર્ષિક ક્વોટા કરતાં વધુ અરજીઓની સંયાને ધ્યાને લઇને 2013-14થી દર વર્ષે લોટરી પદ્ધતીનો અમલ કરવો પડ્યો હતો. આ અરજીઓએ 2016-17માં 2.4 લાખ અરજી સાથે ટોચનું હાંસલ કર્યું હતું. જોકે, આ વર્ષની અરજીઓ સાથે તેની સરખામણી કરવામાં આવે તો તેમાં 20 ટકાનો ઘટાડો નોંધાયો છે.

(12:47 pm IST)