Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

બેન્કોમાં રોકડની અછતને નકારતી રીઝર્વ બેન્ક : બિહારમાં ટ્રાન્સપોર્ટેશનની મુશ્કેલી તેમજ ગુજરાતમાં સ્થિતિ ગંભીર હોવાનું બહાર આવ્યુ

નવી દિલ્હી :  નોટબંધીનો કપરો કાળ જતો રહ્યા પછી દેશ પુનઃ વણજાહેર નોટબંધીના યુગમાં પ્રવેશી ગયો છે. દેશના નવ નવ રાજયોમાં રોકડની ભારેખમ તંગી સર્જાતા હવે રિઝર્વ બેન્કમાં ફરીયાદોનો મારો ચાલ્યો છે. બેંકો એ તો પર્યાપ્ત રોકડ આપી નથી પરંતુ એટીએસમાંથી ય પુરતા નાણા ન નીકળવાથી લોકો પરેાન થઇ ચુકયા છે. શિયાળુ પાકોની સિઝન જામી છે ત્યારે રોકડ ન મળતા મુશ્કેલી દિનપ્રતિદિન વધી રહી છે. બીજી તરફ રિઝર્વ બેન્કે સમીક્ષા કરીને એવું કહ્યું છે કે રોકડની તંગીની વાતો સાચી નથી.

 

(11:35 am IST)