Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

દિલ્‍હી બહાર શિવવિહાર પાસે ૪ર વર્ષના રીક્ષા ચાલકે ૧૩ વર્ષની છોકરીને ફરજીયાત પત્‍ની બનાવી રાખી દુષ્‍કર્મ આચરતો : પડોશીઅે ચાઇલ્‍ડ હેલ્‍પ લાઇનમાં ફોન કરતા ભાંડો ફુટ્યો

નવી દિલ્‍હી :  દિલ્‍હી બહાર શિવવિહાર પાસે ૪ર વર્ષના અેક રીક્ષા ચાલકે ૧૩ વર્ષની છોકરીને ફરજીયાત પત્‍ની બનાવી અને દુષ્‍કર્મ આચરતો હતો તેના પડોશીઅે ચાઇલ્‍ડ હેલ્‍પ લાઇનમાં ફોન કરતા તેનો ભાંડો ફૂટી ગયો હતો.

દિલ્હીની બહાર શિવ વિહાર પાસે રનહોલા વિસ્તારમાં ગુરુવાર (12 એપ્રિલ) પોલીસે એક 13 વર્ષની કિશોરીને એક 42 વર્ષના શખસના ચુંગલમાંથી છોડાવી હતી. આરોપી પહેલા પણ બે લગ્ન કરી ચૂક્યો છે. પોલીસના મુજબ તેમને પડોશીઓ દ્વારા છોકરી વિશે જાણકારી મળી. પોલીસે જણાવ્યું કે એક પડોશીએ રાતના સમયે કિશોરીની બૂમો સાંભળીને તરત ચાઈલ્ડ હેલ્પલાઈન પર ફોન કર્યો.

 આગલા દિવસે પોલીસ સ્થળ પર પહોંચી અને કિશોરીને મુક્ત કરાવી. પોલીસે જ્યારે કિશોરીનો આત્મવિશ્વાસ જીત્યો ત્યારે તેણે સમગ્ર આપવીતી જણાવી. પછી પોલીસ તરત કિશોરીને હોસ્પિટલ લઈ ગઈ અને દુષ્કર્મની પુષ્ટી થઈ. કિશોરીએ જણાવ્યું કે આરોપી શખસ તેની સાથે મારપીટ કરતો હતો અને તેનો રેપ કરતો હતો. તે કિશોરીને કોઈ બાળકો સાથે રમવા પણ નહોતો દેતો અને ઘરની બહાર પણ નહોતો નીકળવા દેતો.

કિશોરીએ જણાવ્યું કે થોડા દિવસો પહેલા આરોપીએ તેને હાથમાં બંગડી અને માથામાં સિંદૂર લગાવવા માટે કહ્યું. આરોપી કેટલાક દિવસો સુધી દિલ્હીના હરિનગર સ્થિત પોતાના પરિવારોા ઘરમાં રાખી. પરંતુ થોડા દિવસો પહેલા રનહોલામાં આવીને અલગ રહેવા લાગ્યા હતા. પોલીસે જણાવ્યું કે આરોપીએ પાછલા વર્ષે દરભંગામાં યુવતી સાથે લગ્ન કર્યા અને પછી દિલ્હીમાં રહેવા લાગ્યો. પોલીસ મુજબ કિશોરીના પિતાના મૃત્યુ બાદ ઘરવાળા લોકોએ તેની માતાને ઘરેથી હાંકી કાઢી. ત્યારે આરોપી કિશોરી સાથે લગ્નનો પ્રસ્તાવ લઈને ત્યાં પહોંત્યો હતો. દરભંગામાં પડોશીના સમજાવ્યા બાદ કિશોરીની માતાએ તેના લગ્ન માટે હા પાડી દીધી. આરોપી જ્યારે કિશોરીને લઈને દિલ્હી આવ્યો ત્યારે પડોશીઓને પોતાના સંબંધીની દીકરી બતાવી. કિશોરીના જણાવ્યા મુજબ આરોપીએ તેની સાથે 27 ફેબ્રુઆરી 2017 પર લગ્ન કર્યા. પોલીસે પોક્સો અને બાળ લગ્ન અધિનિયમ અંતર્ગત આરોપીની ધરપકડ કરી છે. અને મામલામાં શામેલ અન્ય આરોપીઓની શોધખોળ કરી રહી છે.

(12:00 am IST)