Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

સિરીયામાં હૂમલો કરીને અેક જ ઝાટકે ૧૧ અબજ અમેરિકાઅે ખર્ચી નાખ્‍યા

વોશિંગ્‍ટનઃ અમેરિકાને સિરીયામાં મિસાઇલ મારો મોંઘો પડી રહ્યો છે અને અેક જ ઝાટકે ૧૧ અબજ રૂપિયા ખર્ચી નાખ્યા છે.

અમેરિકાના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે શનિવારે સવારે સીરિયા પર 120 મિસાઈલો છોડવામાં આવી. આ તમામ મિસાઈલ ટૉમહૉક હતી.

એમ અમેરિકી ટૉમહૉક મિસાઈલની કિંમત પગભગ સાડા નવ કરોડ રૂપિયા છે. આ હિસાબે અમેરિકાએ તાજેતરમાં સીરિયા પર કરેલી કાર્યવાહીમાં લગભગ 11 અબજ રૂપિયા ખર્ચી નાખ્યા. આ અગાઉ પણ સીરિયા પર અમેરિકા 59 ટૉમહૉક મિસાઈલો ઝીંકી હતી. સીરિયામાં કેમિકલ હુમલા બાદ અમેરિકા ફ્રાંસ અને બ્રિટને સીરિયાની સરકાર પર આ સૈન્ય કાર્યવાહી કરી હતી.

સીરિયા પર હુમલા બાદ વ્હાઈટ હાઉસ તરફથી અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રંપનું એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. ટ્રમ્પે કહ્યું હતું કે, જ્યાં સુધી સીરિયાની સરકાર ખતરનાક કેમિકલ એજંટનો ઉપયોગ બંધ નહીં કરે, ત્યાં સુશી અમેરિકા અને તેના સહયોગી દેશો હુમલાઓ યથાવત રાખશે.

રશિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, સીરિયામાં 100 મિસાઈલો ઝીંકવામાં આવી. અમેરિકા સાથે ફ્રાંસ અને બ્રિટને સીરિયાના હોમ્સ શહેરના પશ્ચિમ સ્થિત કેમિકલ ભંડાર, કમાંડ પોસ્ટ તથા કેમિકલ ઉપકરણ ભંડારના સ્થળો અને દમિશ્ક સ્થિત સાઈંટિક રિસર્ચ સેંટર પર હુમલો કર્યો એટલે કે સીરિયામાં ત્રણ ઠેકાણે હુમલા કરવામાં આવ્યાં. અમેરિકાએ સીરિયામાં મિસાઈલ હુમલા કરવા માટે B-1 બોમ્બર્સ, ટોરનેડો જેટ્સ અને વોરશિપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

(8:08 pm IST)