Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

ઉત્તર પ્રદેશના મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથને દલિત મિત્ર અેવોર્ડ અર્પણ કરાતા દલિત કાર્યકરો દ્વારા વિરોધ

લખનઉઃ આજે ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ‌ નિમિતે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને દલિત મિત્ર અેવોર્ડ અર્પણ કરવામાં આવતા દલિત કાર્યકરોઅે વિરોધ કરતા તેમની ધરપકડ કરવામાં આવી છે.

દલિત કર્મશીલ એસ.આર દારાપરી, નિવૃત આઇએએસ ઓફિસર હરીશ ચંન્દ્રા, ગજોધર પ્રસાદ અને એન.એસ ચૌરસીયાની આંબેડકર મહાસભાની ઓફિસના દરવાજા પાસેથી અટકાયત કરવામાં આવી હતી.

આ પ્રસંગે આંબેડકર મહાસભાના પ્રમુખ લાલજી પ્રસાદ નિર્મલે કહ્યું કે, "જે લોકો આંબેડકરની પ્રતિમાઓ બનાવે છે તેના કરતા યોગી દલિતો માટે વધુ કામ કરે છે. છેલ્લા ઘણા સમયથી આંબેડકર મહાસભાનો ઉત્તર પ્રદેશના દલિતો પર પ્રભાવ રહ્યો છે."

આ ઉત્તર પ્રદેશના ગવર્નર રામ નાયકના હસ્તે આ એવોર્ડ સ્વીકારતી વખતે યોગીએ કહ્યું કે, "મોદીએ દેશના દલિતો માટે ઘણુ કામ કર્યુ છે અને ગરીબ દલિતોને બેંક એકાઉન્ટ ખોલવામાં મદદ કરી છે. આઝાદી પછી એક મોદી જ છે જેમણે બાબા સાહેબને ખરેખર માન આપ્યું છે."

જ્યારે યોગીને દલિત મિત્ર એવોર્ડ આપવાની જાહેરાત થઇ ત્યારે આંબેડકર મહાસભાના સ્થાપક સભ્યોએ તેનો વિરોધ કર્યો હતો. આંબેડકર મહાસભાના સભ્ય એવા એ.એસ. દારાપુરીએ જણાવ્યું કે, યોગીને દલિત મિત્ર એવોર્ડ આપવા બાબતે સભાના તમામ સભ્યોને જણાવવામાં આવ્યું નહોતું . ટુંક સમયમાં જ. જનરલ મિટીંગ બોલાવી મહાસભાના પ્રમુખ નિર્મલ સામે પગલા લેવામાં આવશે. દલિતો પરના અત્યાચારમાં વધારો થઇ રહ્યો છે અને યોગીને 'દલિત મિત્ર' એવોર્ડ આપવાનો કોઇ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી.

(6:24 pm IST)