Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

GST વિંગની ટેક્સ ચોરી મામલે મોટી કાર્યવાહી :ટાયર ઉત્પાદક કંપનીઓ પર દેશભરમાં દરોડા

છેલ્લા બે દિવસમાં 224 કરોડ રૂપિયાની ટેક્સ ચોરી ઝડપાઇ : આઠ કંપનીઓના એક જૂથ દ્વારા ચલાવતી હતી

નવી દિલ્હી ;જીએસટી વિંગ દ્વારા ટેક્ષ ચોંટી મામલે મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે અહેવાલો મુજબ  ટાયર ઉત્પાદક કંપનીમાં દેશભરમાં દરોડા પાડ્યા છે. છેલ્લા બે દિવસમાં જીએસટી અધિકારીઓએ 224 કરોડ રૂપિયાની ટેક્સ ચોરી ઝડપી છે. આઠ કંપનીઓના એક જૂથ દ્વારા ચલાવવામાં આવી છે. જેમણે 1,289 કરોડ રૂપિયાના નકલી બિલ બનાવ્યા.

  મામલામાં એક શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે અને 19.75 કરોડની વસૂલાત કરવામાં આવી છે. કંપનીઓએ ખરેખર ટી.એમ.ટી. સિરિયા અને અન્ય પ્રોડક્ટ્સની સપ્લાય કર્યા વગર 1,289 કરોડ રૂપિયાના ખોટા બીલ તૈયાર કર્યા છે, અને તેના પર લગભગ 224 કરોડ રૂપિયાનો ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવ્યા છે.

  ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધી 20 હજાર કરોડ રૂપિયાની ચોરી અને સર્વિસ ટેક્સ (જીએસટી) ઝડપાઇ છે. સરકાર જીએસટીના છેતરપિંડીને રોકવા માટે મહત્તમ પગલાં લેશે અને નવી પદ્ધતિના નિયમોનું મહત્તમ પાલન કરશે. કર વિભાગના વરિષ્ઠ અધિકારીએ બુધવારે માહિતી આપી હતી

(1:45 am IST)