Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

અમેરિકાના ઇમિગ્રેશન સેન્ટરમાં રાખવામાં આવેલા 2 ભારતીયોને દેશનિકાલ કરાયા : સેન્ટરમાં માનવીય સુવિધાઓના અભાવને કારણે ભૂખ હડતાલ ઉપર ઉતર્યા હતા

અલ પાસો : અમેરિકાના ઇમિગ્રેશન સેન્ટરમાં રાખવામાં આવેલા 2 ભારતીયોને  દેશનિકાલ કરી દેવાયા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.આ સેન્ટરમાં માનવીય સુવિધાઓના અભાવને કારણે તેઓ ભૂખ હડતાલ ઉપર ઉતર્યા હતા જેથી તેમને જબરજસ્તી નળી વાતે પ્રવાહી રૂપમાં ખોરાક આપવાની કોશિશ થઇ હતી

ઉલ્લેખનીય છે કે અમેરિકાના જુદા જુદા સ્ટેટમાં આવેલા ઇમિગ્રેશન સેન્ટર્સમાં રાખવામાં આવેલા જુદા જુદા દેશોના ગેરકાયદે વસાહતીઓને માનવીય સુવિધાઓ પણ અપાતી ન હોવા બદલ અનેક ઇન્ડિયન અમેરિકન સમૂહોએ દેખાવો કરેલા છે.આ સેન્ટર્સમાં ભીડ અને સ્વચ્છતાના અભાવે વસાહતીઓ રોગચાળાનો પણ ભોગ બનતા હોવાનું જાણવા મળે છે.

(7:36 pm IST)
  • રાત્રે રાજકોટના ગુરુપ્રસાદ ચોક પાસે અકસ્માત.: રીક્ષા અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો : રીક્ષા ચાલકની હાલત ગંભીર access_time 11:09 pm IST

  • પ્રવિણ તોગડીયા પાણીની ટાંકીના ચિન્હ સાથે લોકસભાની ચૂંટણી લડશે : હિન્દુસ્તાન નિર્માણ દળ રાજકીય પક્ષનું ચિન્હ પાણીની ટાંકી અપાયુ access_time 6:16 pm IST

  • ન્યૂઝીલેન્ડના આતંકી હુમલાને વખોડી કાઢતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી : આઘાતની લાગણી વ્યક્ત કરી : મૃતકોને શ્રદ્ધાંજલી આપી :આતંકવાદીઓને લોકશાહી શાષનમાં કોઈ સ્થાન ન હોવાનું જણાવ્યું access_time 8:28 pm IST