Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

'હરિજન' શબ્દના ઉપયોગ સંદર્ભે ઓડિશા હાઇકોર્ટનો મહત્વનો ચૂકાદો

કટક : ઓડિશાના પૂર્વ પ્રધાન દામોદર રાઉત વિરૂધ્ધ ફોજદારી કેસને રદ કરતા ઓડિસા હાઇકોર્ટે ઠરાવ્યું છે કે પ્રવચન - ભાષણ દરમિયાન કોઇને અપમાનિત કરવાના ઇરાદા વિના 'હરિજન' શબ્દનો ઉપયોગ કરવો એ એમસી-એસસી એકટ હેઠળ ગુન્હો નથી.

ર૦૧૦ માં ધારાસભ્ય દામોદર રાઉતે એક ભાષણમાં કહયું હતું કે 'હવે આપણા  એડીએમ એક હરિજન છે. ધારાસભ્ય જગતસિંહ હરિજન છે અને....'

જસ્ટીસ મિશ્રાએ કહયું કે જો શબ્દ પોતે જ નિર્દોષ છે અને નામાંકિત વ્યકિતઓ પ્રત્યે અપમાનજનક નથી, તો ત્રીજો વ્યકિત માત્ર એટલા માટે તેને ધમકી, અપમાનજનક કહી શકતો નથી, કારણ કે તે પણ એ જ જાતિ કે સમુદાયમાંથી આવતો હોય.

(3:45 pm IST)