Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

મુંબઇમાં એક સાથે ૪૪ દિક્ષાર્થીઓનું સંયમ માર્ગે પ્રયાણ

મુંબઇ, તા., ૧પઃ મુંબઇના ઇતિહાસમાં તા.૧૩-૩-ર૦૧૯ ફાગણ સુદ સાતમને બુધવારનો દિવસ કાયમ માટે સોનેરી અક્ષરે અંકીત થઇ ગયો. મુંબઇમાં આજે એક નહિ પણ ૪૪-૪૪ સંયમના સુરજ ઉગ્યા હતા. મોહનગરી ગણાતી મુંબઇમાં સુરીશાંતીના ચરમ પટ્ટધર મોક્ષમાર્ગે મસીહા જૈનાચાર્ય પૂ. જિનચંદ્રસુરીશ્વરજી મહારાજા તથા સુરીસંયમના શિષ્યરત્ન દીક્ષાધર્મ મહાનાયક જૈનાચાર્ય પૂજય યોગતિલકસુરીશ્વરજી મહારાજાની આધ્યાત્મવાણીથી વૈરાગી બનેલા ૪૪ દીક્ષાર્થીઓએ સંયમ માર્ગે પ્રયાણ કરતા મુંબઇની ધરા પણ ધન્યતાનો અનુભવ કરી રહી હતી. આ ઐતિહાસિક ઘડીના સાક્ષી બનવા માટે લગભગ ૭પ હજાર જેટલા ધર્મપ્રેમીઓ ઉમટી પડયા હતા. વિશાળ મંડપ પણ ટુંકો પડી ગયો હતો. મંડપને ખોલીને જગ્યા મોટી કરાઇ હતી. જેથી લકોએ પવિત્ર ક્ષણોને આંખોમાં અને હ્ય્દયમા ઉતારી હતી. પ.પૂ. અધ્યાત્મ સમ્રાટ આ.ભ.શ્રી યોગતિલકસુરીશ્વરજી મહારાજાના પ્રથમ શિષ્યરત્ન પંન્યાસ શ્રી આર્યતિલકવિજયજી મ.સા.ને જિનશાસનના યુવરાજ સમઉપાધ્યાય પદે આરૂઢ કરાયા હતા. તેઓ સુરીશાંતિ સમુદાયના પ્રથમ ઉપાધ્યાય બન્યા તથા સાંજે ૮ વડી દીક્ષાઓ પણ થઇ હતી. અધ્યાત્મ પરીવારના શાસનરત્ન હિતેશભાઇ મોતાએ ભવ્ય આયોજન સફળ રીતે પુર્ણ થતા તેમાં સહકાર આપનાર મુંબઇ સહિત તમામ જૈનસંઘ અને સમગ્ર તંત્રનો આભાર પ્રગટ કર્યો હતો.

(3:44 pm IST)