Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

સાસુના મોત પછી પત્નિએ કહ્યું ''મમ્મી ગુજરી જવાથી સંસારમાં કાંઇ ફરક નહી પડે તમે ઓછું ન લાવો'' અને પત્નિએ જીવ ગુમાવ્યો

સાસુ સાથે માલતીને ભળતું નહિઃ સાસુનું મોત થતા તે આનંદ અનુભવતી'તી

કોલ્હાપુર(મહારાષ્ટ્ર)તા.૧૫: કોલ્હાપુરના રાધા નગરી રોડ પરના બોન્દ્રે નગરમાં રહેતા ૪૦ વર્ષના સદીપ મધુકર લોખંડેની માતાનું નિધન થયા બાદ તેની પત્ની શુભાંગીએ જયારે તેને ઉત્સાહમાં આવીને એમ કહ્યું કે મમ્મી ગુજરી જવાથી સંસારમાં કાંઇ ફરક નહી પડે તમે ઓછુ ન આણો, પણ તેની આ રીતની રજૂઆતથી સમસમી ગયેલા સંદીપે માકો મળતાં જ તેની હત્યા કરી નાખી હતી અને એે દાદર પરથી પડી જતાં તેનું મૃત્યું થયું એવો દેખાવ ઉભો કર્યો હતો. પણ જૂના રાજવાડી પોલીસ સ્ટેશને એ હત્યાનો કેસ ચાર દિવસમાં ઉકેલી લીધો હતો.

સંદીપ લોખંડેની માતા માલતી લોખંડેનું શનિવારે નિધન થયું હતું. જોકે એ પહેલા પણ સાસુ વહુ વચ્ચે બનતું નહી અને અવારનવાર નાના મોટા ઝઘડા થતા રહેતા હતા. વળી એ ધર્મધ્યાનમાં વધુ સમય વિતાવતી રહેતી અને વૃદ્ધ સાસુની કાળજી લેતી ન હોતી. એથી વર્ષ પહેલા સંદીપે તેની પાસે છૂટાછેડા પણ માગ્યા હતા. સાસુ માલતી બાઇના નિધન પછી તે દુખી થવાના બદલે આનંદ અનુભવી રહી હતી.

તણે માતાનું નિધન થતા દુખમાં ડૂબેલા પતિ સંદીપને સાત્વના આપતા કહ્યું હતું કે મમ્મી ગઇ તો પણ કાંઇ સંસારમાં ફરક નહી પડે તમે ઓછુ ન આણો. પણ તેના આવા વર્તનથી સંદીપ સમસમી ગયો હતો ઘટનાના દિવસે શુભાંગી પહેલા માળે ઝાડુ મૂકવા ગઇ ત્યારે સંદીપે તેને ધકકો મારી દીધો હતો એથીએ દાદરા પરથી ગબડતી નીચે પડી હતી. એ પછી સંદીપે તેના માથામાં લાદીનો ટુકડો ફટકાર્યો હતો જેથી ગંભીર ઇજા થતા તેનુ મૃત્યુ થયું હતું. શરૂઆતમાં તો જૂના રાજવાડા પોલીસને સંદીપે એમ જ કહ્યું હતું કે શુભાંગી દાદરા પરથી પડી જતા તેને ગંભીર ઇજા થઇ હતી. પણ પોલીસને ઘટનાસ્થળેથી લોહીથી ખરડાયેલો લાદીનો ટુકડો મળી આવતા શંકા ગઇ હતી.

(3:34 pm IST)
  • ઐતીહાસીક ઘટના : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનો પ્રથમ વીટો જારી કર્યો છે : કોંગ્રેસને સરહદ દિવાલ ભંડોળ માટેના આપાતકાલીન ઘોષણાને સુરક્ષિત કરવા માટે કોંગ્રેસના નિર્ણયને ઉથલાવી દીધો છે. access_time 1:59 am IST

  • રાત્રે રાજકોટના ગુરુપ્રસાદ ચોક પાસે અકસ્માત.: રીક્ષા અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો : રીક્ષા ચાલકની હાલત ગંભીર access_time 11:09 pm IST

  • કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી 2 સીટ ઉપરથી લોકસભા ચૂંટણી લડશે તેવી ચર્ચા : અમેઠીમાં 3 ટર્મથી ચૂંટાઈ આવતા રાહુલ ગાંધી માટે બીજી સીટ દક્ષિણ ભારતમાંથી પસંદ થાય તેવી શક્યતા : મહારાષ્ટ્ર અથવા મધ્યપ્રદેશની સલામત ગણાતી સીટની પણ પસંદગી થઇ શકે તેવું જાણકારોનું મંતવ્ય access_time 8:14 pm IST