Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

પાકિસ્તાન - ચીનને સણસણતો તમાચો

મસુદ વિરૂધ્ધ ભારતની કુટનીતિક જીત : ફ્રાંસમાં જૈશની તમામ સંપત્તિ જપ્ત

ફ્રાંસની જૈશ વિરૂધ્ધની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી

નવી દિલ્હી તા. ૧૫ : સંયુકત રાષ્ટ્રમાં જૈશ-એ-મોહમ્મદના સર્વેસર્વા મસૂદ અઝહર પર પ્રતિબંધ લગાવવાના પ્રસ્તાવ પર ચીને વીટો પાવર્યા બાદ ફ્રાંસે આ આતંકી સંગઠન પર હવે પોતે જ આકરા પગલા ભરવાનું શરૂ કરી દીધું છે. ફ્રાંસે જૈશના સર્વેસર્વા મસૂદ અઝહરનીએ સંપત્તિઓ જપ્ત કરવાનો નિર્ણય લીધો છે. ફ્રાંસની આ કાર્યવાહી જૈશ વિરૂદ્ઘ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવે છે. અગાઉ મસૂદના પક્ષમાં ચોથી વાર વીટો વાપરવા પર અમેરિકા સહિતના દેશોએ ચીનની આકરી ઝાટકણી કાઢી હતી.

પાકિસ્તાનમાંથી ઓપરેટ થતા આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરને સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ ધ્બારા વૈશ્વિક આતંકી જાહેર કરવાના માર્ગમાં ચીને ચોથી વાર વીટો વાપરીને રોડા નાખ્યા હતાં. મસૂદને વૈશ્યિક આતંકી જાહેર કરવાના પ્રસ્તાવ પર નિર્ણયના થોડા સમય પહેલા જ ચીને વીટો વાપરવાના સંકેત આપી દીધા હતાં. ચીને આ પ્રસ્તાવને જ અટકાવી દીધો હતો.પુલવામા આતંકવાદી હુમલા બાદ ફ્રાંસના નેતૃત્વમાં બ્રિટન અને અમેરિકાએ મસૂદ અઝહર વિરૂદ્ઘ સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં એક પ્રસ્તાવ રજુ કર્યો હતો. અઝહર પાકિસ્તાનના પંજાબ પ્રાંતના બહાવલપુરમાં કૌસર કોલોનીમાં રહે છે. આટકી પાક્કી માહિતી હોવા છતાંયે પાકિસ્તાન માનવા તૈયાર નથી ને ચીન તેને સાથ આપી રહ્યું છે. જોકે ત્યાર બાદ અમેરિકાએ ચીનની આકરી ઝાટકણી કાઢી હતી અને ગર્ભીત ચીમકી પણ આપી હતી.

આખરે ફ્રાંસે મસૂદ અઝહર વિરૂદ્ઘ આક્રમક કાર્યવાહી આરંભી દીધી છે. ફ્રાંસે એકલા હાથે અઝર મસૂદની સંપત્ત્િ।ઓ જપ્ત કરવાનો નિર્ણય લીધો છે. આમ હવેથી ચીને વીટો વાપર્યા હોવા છતાંયે ફ્રાંસ મસૂદ અઝહરની સંપત્તિઓ જપ્ત કરશે. ફ્રાંસનું આ પગલું મસૂદ અઝહર વિરૂદ્ઘ સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવે છે. ફ્રાંસની આ કાર્યવાહી ચીન અને પાકિસ્તાનના ગાલ પર સણસણતા તપાચા સમાન છે. તો ભારતની વૈશ્વિક મંચ પર કુટનૈતિક જીત માનવામાં આવે છે.

(3:32 pm IST)