Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

હવે ચીનનો વારો :મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો ખેંચી લેવા માગ

સ્વદેશી જાગરણ મંચના સહ સંયોજકદ્વારા વડાપ્રધાનને પત્ર લખીને ઉઠાવી માંગ

નવી દિલ્હી: મસૂદ અઝહરને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરવાની બાબતમાં ચીનની અવળચંડાઇ પર સમગ્ર દેશનો આક્રોશ ભડકી ઊઠ્યો છે. સમગ્ર દેશ ચીન વિરુદ્ધ આક્રમક કાર્યવાહી કરવાની માગણી કરી રહ્યું છે. આ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની આર્થિક શાખા સ્વદેશી જાગરણ મંચે (એજેએમ) પણ મોદી સરકાર સમક્ષ માગણી કરી છે કે ચીનનો મોસ્ટ ફેવર્ડ નેશન (એમએફએન) દરજ્જો પાછો ખેંચી લેવામાં આવે.

  સ્વદેશી જાગરણ મંચના સહ સંયોજક અશ્વિની મહાજને વડા પ્રધાન નરેન્દ્રભાઈ  મોદીને પત્ર લખીને ચીનનો 'મોસ્ટ ફેવર્ડ નેશન'નો દરજ્જો પાછો ખેંચી લેવાની માગણી કરી છે. પત્રમાં અશ્વિની મહાજને આરએસએસના સર્વેને ટાંકીની જણાવ્યું છે કે ચીનથી આયાત થતા માલ-સામાન પર ભારતમાં સૌથી ઓછા ટેરિફ લાગે છે.

  હવે ચીનને પાઠ ભણાવવા માટે ઇમ્પોર્ટેડ ગૂડસ પર ટેરિફ તાત્કાલીક અસરથી વધારી દેવામાં આવે. મહાજને જણાવ્યું હતું કે ચીનથી ભારતમાં ૭૬ અબજ રૂપિયાનો (અંદાજે પ.ર૭ લાખ લોડર) માલ-સામાન મોકલવામાં આવે છે. જ્યારે ભારતથી ચીનમાં નિકાસ કરવામાં આવતા માલ-સમાનનું પ્રમાણ ઘણું ઓછું છે. તેનાથી ભારતની વ્યાપાર ખાધ વધી જાય છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે પુલવામાના આતંકી હુમલ બાદ ભારતે પકિસ્તાનનો 'મોસ્ટ ફેવર્ડ નેશન'નો દરજ્જો પાછો ખેંચી લીધો હતો. હવે ચીનનો પણ 'મોસ્ટ ફેવર્ડ નેશન'નો દરજ્જો પાછો ખેંચી લેવા દબાણ થઇ રહ્યું છે. અનેક સંગઠનોનું કહેવું છે કે ભારતે ચીન વિરુદ્ધ મોટા આર્થિક પગલાં લેવાં જોઇએ. નિષ્ણાતોનું માનવું છે કે, ભારતે સૌ પ્રથમ ચીનથી આયાત કરતા માલ-સમાન પર મોટા પાયે ટેરિફ વધારી દેવા જોઇએ.

(3:44 pm IST)