Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

સ્પોટ ફિકિસંગ મામલે ક્રિકેટર શ્રીસંતને રાહત: સુપ્રીમ કોર્ટે આજીવન પ્રતિબંધ હટાવ્યો

બીસીસીઆઈને ત્રણ મહિનાની અંદર ફરીથી વિચાર કરવા માટે કહેવાયુ

નવી દિલ્હી :ક્રિકેટર એસ શ્રીસંત પર સુપ્રીમ કોર્ટે આઈપીએલ સ્પોટ ફિકિસંગ મામલામાં આજીવન પ્રતિબંધ હટાવી દીધો છે. સુપ્રીમે બીસીસીઆઈને શ્રીસંતને આપવામાં આવેલી સજાની અવધિ પર નવેસરથી પુન:વિચાર કરવા માટે કહ્યું છે. શ્રીસંત પર સ્પોટ ફિક્સિંગ હેઠળ લાઇફ બૅન લગાવવામાં આવ્યો હતો. પરંતુ હવે બીસીસીઆઈને ત્રણ મહિનાની અંદર તેની પર ફરીથી વિચાર કરવા માટે કહેવામાં આવ્યું

શ્રીસંત હાલમાં ખૂબ જ ચર્ચાસ્પદ સ્પોટ ફિકિસંગ મામલામાં સામેલગીરીના કારણે લાઇફ બૅનનો સામનો કરી રહ્યો છે. શ્રીસંતના કથિત સ્ટોપ ફિક્સિંગથી સંબંધિત અપરાધિક મામલામાં નીચલી કોર્ટ 2015માં આરોપ મુક્ત કરી ચૂકી છે

 

(1:24 pm IST)
  • ભાવનગરમાં ભારતીબેન શિયાળ, હિરાભાઇ સોલંકી સહિત દાવેદારોની ઉમેદવારી માટે રાફડો ફાટયો access_time 3:33 pm IST

  • જયંતી ભાનુશાળી હત્યાકેસમાં છબીલ પટેલના દસ દિવસના રિમાન્ડ મંજૂર : વિનોદ ગાલા દ્વારા ભૂજ ::જેન્તી ભાનુશાળી હત્યા કેસ પ્રકરણમાં પોલીસે કોર્ટમાં રજુ કરતા ભચાઉ કોર્ટે છબીલ પટેલ ના 10 દિવસ ના રિમાન્ડ મંજુર કર્યા છે હત્યા પ્રકરણમાં 25 માર્ચ સુધી છબીલ પટેલ ના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે access_time 4:41 pm IST

  • તળાજા તાલુકામાં સરઘસ કાઢવા પર પ્રતિબંધ :તળાજા તાલુકાના કેટલાંક ગામોમા તા.23 માર્ચ સુધી યોગ્ય સત્તાધિકારીની પૂર્વ મંજુરી સિવાય સરઘસો કાઢવા પર પ્રતિબંધ ફરમાવતા અધિક કલેકટર ઉમેશ વ્યાસ access_time 11:31 pm IST