Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

ગેસની કિંમતોમાં થઇ શકે છે વધારો

કુદરતી ગેસના ભાવ વધશે તો સી.એન.જી., પી.એન.જી. પણ થશે મોંઘા

નવી દિલ્હી તા ૧૫ :   સરકાર દેશમાં ઉત્પાદિત કુદરતી ગેસની કિંમતોમાં સતત ચોથી વાર વધારો કરી શકે છે, તેના લીધે એલ.પી.જી. અને  સી.એન.જી. ના  ભાવ પણ વધી શકે છે.

બ્લુમબર્ગના સર્વે રીપોર્ટ અનુસાર, કુદરતી ગેસની   કિંમતો વધે તો તે ે ત્રણ   વર્ષના સર્વોચ્ચ  સ્તરે પહોંચશે, સરકાર એક એપ્રિલથી ૬ મહીના માટે ઘરેલુ કુદરતી ગેસની કિંમત ૩૭.૪ લાખ બ્રિટીશ થર્મલ યુનીટ કરી શક ે છે, જે  ત્રણ વર્ષમાં સોૈથી ઉંચી હશે. વિશ્લેષકોનું કહેવું છે કે કુદરતી ગેસના ભાવ વધારાના કારણે યુરિયા અને પેટ્રોકેમીકલ્સના ભાવ વધશે, તેેની અસર સી.એન.જી. અને પી.એન.જી. ના ભાવો  પર પણ જોવા મળશે, તેના લીધે ગેસને કાચા માલ તરીકે વાપરતા ઉદ્યોગોની પડતર પણ વધશે, સરકાર દર  છ મહીને કુદરતી ગેસના ભાવોની  સમીક્ષા  કરે  છે, જયારે એલ.પી.જી. અને  સી.એન.જી.ના ભાવો  દર મહીને નક્કી થાય છે.

સરકારે કિંમતો નક્કી કરવાની નવી ફોર્મ્યુલા નવેમ્બર ૨૦૧૪ થી અપનાવી છે, ત્યારથી કુદરતી ગેસના ભાવો ૫૧ ટકા નીચે આવ્યા છે, પણ ગેસની માંગમાં થઇ રહેલા વધારાને જોતા, ભારત કુદરતી ગેસના ઉત્પાદનને બમણું કરવાની તૈયારી કરી રહયું છે.

(11:39 am IST)