Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

આતંકવાદ વિરૂદ્ધ મનમોહનસિંહ કરતા મોદીનું વલણ વધારે સખ્ત: શીલા દીક્ષિત

મનમોહનસિંહ મજબૂત નિર્ણંય નહોતા લઇ શકતા પરંતુ મોદી રાજકારણ માટે કંઈપણ કરી શકે

 

નવી દિલ્હી: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા શીલા દીક્ષિતે કહ્યું કે વડાપ્રધાન મોદી આતંકવાદ મુદે પૂર્વ પીએમ મનમોહન સિંહ કરતા વધારે સખ્ત વલણ દાખવે છે. શીલા દીક્ષિતે વડાપ્રધાન મોદી પર રાજકારણ માટે કંઈ પણ કરવાનો આરોપ લગાવતા કહ્યું કે, રાજકારણ માટે પીએમ મોદી કંઈ પણ કરી શકે છે.

   એક ન્યૂઝ ચેનલમાં શીલા દીક્ષિતે કહ્યું કે, હું સહમત છું કે, મનમોહન સિંહની મજબૂત નિર્ણય નથી લઈ શકતા, પંરતુ એક ભાવના પણ છે કે, મોદી બધું રાજકાણ માટે કરે છે. 14 ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં CRPFના 40 જવાનો શહીદ થયા હતા. જે બાદ PM મોદીએ સુરક્ષા દળોને છૂટ આપવાની વાત કરી હતી

   ભારતીય વાયુસેનાએ ગત 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ--મોહમ્મદના આતંકીઓના ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી હતી, પરંતુ કાર્યવાહીમાં કેટલા આંતકીઓ ઠાર કરવામાં આવ્યાની સંખ્યા પર નિવેદનો શરૂ છે. રાષ્ટ્રીય તકનીકી સંશોધન સંસ્થા (NTRO)ના પ્રમાણે કાર્યવાહી દરમિયાન બાલાકોટમાં 300 મોબાઈલ સક્રિય હતા. વાયુસેનાની કાર્યવાહીની ભારત સરકારે નો મિર્લિટરી (non military) ગણાવી હતી.

   અત્રે ઉલ્લેખનીય છે કે, 26 નવેમ્બર, 2008 મુંબઈમાં આંતકી હુમલા થયો હતો. જેમાં 160થી વધારે લોકોના મોત થયા હતા. બાદમાં હુમલામાં દોષી એકમાત્ર આંતકી અજમલ કસાબને ફાંસીની સજા આપવામાં આવી હતી. કસાબને સુરક્ષા દળોએ જીવતો પકડ્યો હતો.

(12:00 am IST)