Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

તમામ લોકો મળીને દેખાડી દે કે આ વખતે અભૂતપૂર્વ મતદાન થશે જે દેશના ચૂંટણી ઇતિહાસના પાછલા તમામ રેકોર્ડ તોડી દેશેઃ મતદાન માટે નરેન્‍દ્રભાઇની અપીલ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજનીતિ, ઉદ્યોગ, રમત અને ફિલ્મ જગત સહિત અલગ-અલગ ક્ષેત્રોના પ્રભાવશાળી લોકોને મતદાતાઓને જાગરૂત કરવા માટે આગળ આવવાની બુધવારે અપીલ કરી અને કહ્યું કે, તમામ લોકો મળીને દેખાડી દે કે આ વખતે અભૂતપૂર્વ મતદાન થશે જે દેશના ચૂંટણી ઈતિહાસના પાછલા તમામ રેકોર્ડ તોડી દેશે.

વડાપ્રધાને ક્રિકેટરોને કહ્યું કે, તમે ક્રિકેટના મેદાનમાં અભૂતપૂર્વ રેકોર્ડ બનાવો છો, હવે તમે 130 કરોડ ભારતીયોને મતદાનનો નવો રેકોર્ડ બનાવવામાં યોગદાન આપવા માટે પ્રેરિત કરો. પીએમે ક્રિકેટર સચિન તેંડુલકર, ઓલમ્પિક મેડલ વિજેતા યોગેશ્વર દત્ત, રેસલર સુશીલ કુમાર, બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ અને સાયના નેહવાલ સહિત ખેલ જગતની હસ્તિઓને પણ મતદાતાને જાગરૂત બનાવવામાં યોગદાન આપવાની અપીલ કરી છે.

પીએમે એમએસ ધોની, વિરાટ કોહલી, અનિલ કુંબરે, વીરેન્દ્ર સહેવાગ સિવાય ફોગાટ બહેનો, બજરંગ પૂનિયા, નીરજ વગેરેને જાગરૂતતા ફેલાવવામાં પોતાનું યોગદાન આપવાનું કહ્યું છે. કુશ્તી સાથે જોડાયેલા ખેલાડીઓને પીએમે અપીલ કરી કે, અમે તમને દંગલના મેદાનમાં જોયા છે, અમે તમને વિનંતી કરીએ છીએ કે લોકોને ચૂંટણી દંગલમાં ભાગ લેવા માટે પ્રેરિત કરો.

11 એપ્રિલથી 19 મે લોકસભા ચૂંટણી, 23 મેએ પરિણામ

લોકસભા ચૂંટણી 23 એપ્રિલથી 19 મેચ સુધી સાત તબક્કામાં યોજાશે અને મતદાનની ગણતરી 23 મેએ કરવામાં આવશે.

આ ચૂંટણીમાં મતદાતાઓની સંખ્યા આશરે 90 કરોડ હશે, જે 2014ના 81.45 કરોડથી વધુ છે. તેમાંથી ઘણા 1.50 કરોડ પ્રથમવાર મતદાતા બન્યા છે, જેની ઉંમર 18-19 વર્ષની છે.

ચૂંટણી માટે આશરે 10 લાખ મતદાન કેન્દ્રો હશે. જે 2014 કરતા એક લાખ વધુ છે. ચૂંટણી માટે તમામ મતદાન કેન્દ્રોમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનોની સાથે કુલ 17.4 લાખ વીવીપેટનો ઉપયોગ કરવામાં આવશે.

(12:00 am IST)